મળતા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ પહેલા હોટ સ્ટાર પલ્લવી સાંઈને ઓફર થઈ હતી પરંતુ આવા સીનનાં કારણે એણે ના પાડી દીધી. અહેવાલ અનુસાપ રિલીઝ પહેલા ખબરો હતી કે ફિલ્મની ઓફર જાણીતી અભિનેત્રી સાઈ પલ્લવીને કરવામાં આવી હતી. પરંતુ તેણે ફિલ્મમાં લિપલોક સીન હોવાનાં કારણે મનાઈ કરી દીધી. કેટલાક દિવસો પહેલા જ આ ફિલ્મનું ટ્રેલર આવ્યું છે કે જેમાં લિપલોક સીન પણ બતાવવામાં આવ્યો છે.
સાઈ પલ્લવી ઇન્ટિમેન્ટ સીન અને લિપલોક સીન કરવામાં સહમત નહોતી. આ પછી ફિલ્મ માટે રશ્મિકાનું નામ ફાઈનલ કરવામાં આવ્યું કે જેને આ પ્રકારનાં સીન કરવામાં કઈ વાંધો નહોતો. યર કોમરેડ ફિલ્મનાં હિરોએ પણ આ સીન પર નિવેદન આપેલું છે કે, મને લિપલોક શબ્દથી નફરત છે. એને જે રીતે લખવામાં આવે છે તે ખોટું છે. એ તો ઠીક પણ ભુખ, રડવું વેગેરે પણ ફિલ્મનાં સીન છે. આ ફિલ્મ 26 જૂલાઈએ રિલીઝ થશે.