ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરવામાં આવે તો ફિલ્મે પ્રથમ દિવસે 3.24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે આ ફિલ્મે બીજા દિવસે 4.55 કરોડની કમાણી કરી છે. આ સાથે જ ફિલ્મનું અત્યાર સુધીનુ કલેક્શન 7.79 કરોડ રૂપિયા થયું છે. એવામાં હવે પ્રથમ વિકેન્ડની કમાણીના આંકડા વધારે મહત્વ રાખે છે.
ફિલ્મમાં સૈફ અલી ખાન અને અલાયા સાથે એક્ટ્રેસ તબ્બુ અને ચંકી પાંડે મુખ્ય ભૂમિકામાં છે. જવાની જાનેમનની સ્ટોરી જસવિંદર સિંહ જૈજ એટલે સૈફ અલી ખાનની છે. જૈન રિયલ એસ્ટેટ બ્રોકર છે. આ ફિલ્મથી અલાયાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. ફિલ્મમાં તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા છે.