કરીના કપૂર સાથેના લગ્ન પહેલા આ મૉડલ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતા સૈફ અલી ખાન, જાણો
રિપોર્ટ અનુસાર સૈફ અલી ખાન એક્ટ્રેસ અમૃતા સિંહ સાથે તલાક બાદ રોઝા કેટલાનો સાથે કેટલાક વર્ષ સુધી લિવ-ઈનમાં રહ્યાં હતા. પરંતુ બાદમાં રોઝાએ સૈફ સાથે બ્રેકઅપ કરી લીધું હતું. તેના બાદ સૈફ અલી ખાને મોડું કર્યા વગર કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૈફ વિદેશી મૉડલ રોઝા કેટલાનો સાથે રિલેશનશિપમાં હતા. ખૂબજ ઓછા લોકો જાણે છે કે કરીના કપૂર પહેલા સૈફની વિદેશી ગર્લફ્રેન્ડ હતી. અહેવાલ અનુસાર રોઝા સાથે સૈફની મુલાકાત કેન્યામાં એક શો દરમિયાન થઈ હતી. તેના બાદ રોઝા કામ શોધવા ભારત આવી હતી. આ પહેલા રોઝાને સૈફના લગ્નજીવન વિશે કંઈજ ખબર નહતી.
રોઝાને જ્યારે તેના લગ્નજીવન વિશે ખબર પડી ત્યારે તે ચોંકી ગઈ હતી. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે સૈફ સાથે તેની ઘણી મુલાકાતો થયા બાદ પણ લગ્ન વિશે કંઈજ જણાવ્યું નહતું. આ વાતની જાણ થતા હું ખૂબજ હેરાન થઈ હતી. રોઝા કેટલાનો એક સ્વિસ મોડલ છે. જેનો જન્મ ઈટાલીમાં થયો હતો.
મુંબઈ: બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન હાલમાં ભલે વિવાદોથી હંમેશા દૂર રહે છે પરંતુ કરીના કપૂર સાથેના લગ્ન પહેલા પોતાની રિલેશનશિપને લઈને વિવાદમાં રહ્યાં હતા. સૈફ અલિ ખાને બે લગ્ન કર્યા છે. એક અમૃતા સિંહ સાથે અને બીજા કરીના કપૂર સાથે, પરતું કરીના સાથે લગ્ન પહેલા સૈફની એક વિદેશી પ્રેમિકા હતી.
સૈફ અલી ખાને અમૃતા સિંહ સાથે 1991માં લગ્ન કર્યા હતા અને 2004માં બન્નેના તલાક લઈ લીધાં હતા. સૈફ અને અમૃતાના બે બાળકો છે સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન. બાદમાં સૈફે 2012માં એક્ટ્રેસ કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -