સારા અલી ખાન અને કાર્તિક આર્યનની 'લવ આજ કલ'નું ટ્રેલર જોઈને સૈફ અલી ખાને લવ આજ કલનાં ટ્રેલરને પોતાની ફિલ્મની સરખામણીએ નબળું ગણાવ્યું છે.લોકો આ ટ્રેલર જોઈ સૈફ દીપિકાની લવ આજ કલ ફિલ્મની કોપી ગણાવી રહ્યાં છે. લોકોને ફિલ્મનું ટ્રેલર પસંદ નથી આવી રહ્યું. ત્યારે સારા અલીના પિતા સૈફ અલી ખાનને પણ આ ફિલ્મનું ટ્રેલર જોઈ રિએક્શન આપ્યું છે .
સૈફ અલી ખાને સારા અલી ખાન અને કાર્તિક આર્યનની લવ આજ કલનાં ટ્રેલરને પોતાની ફિલ્મની સરખામણીએ નબળું ગણાવ્યું છે. તેણે કહ્યું હતું કે વર્ષ 2009માં દિપીકા પાદુકોણ સાથે કરેલી ઓરિજનલ લવ આજ કલ તેને વધારે પસંદ આવી છે. જોકે સૈફે ઈમ્તિયાજ અલીનાં આ એક્સપરમેન્ટના પણ વખાણ કર્યાં છે. તેણે સારાને તેનાં રોલ માટે શુભેચ્છા પાઠવી છે.