#Metoo: ‘મારું પણ થયું શોષણ, મહિલાઓનું દુ:ખ સમજી શકુ છું’, સૈફ અલી ખાનનો ધડાકો
સૈફે કહ્યું હતું કે આરોપીઓને સજા મળવી જોઈએ પછી ભલે તે જુના મામલામાં જ દોષિત કેમ ન હોય. સૈફ અલી ખાનની 2014માં આવેલી હમશકલ ફિલ્મમાં તેની કો એક્ટ્રેસ બિપાશા બસુ અને ઇશા ગુપ્તાએ ડાયરેક્ટર સાજીદ ખાન સામે અસભ્ય વ્યવહાર વિશે ખુલાસો કર્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૈફે કહ્યું હતું કે મોટા ભાગના લોકો અન્ય લોકોને સમજતા નથી. અન્ય લોકોના દુખને સમજવા ઘણું મુશ્કેલ છે. હું તેના વિશે વાત કરતા માંગતો નથી કારણ કે તે આજે મહત્વપૂર્ણ મથી. હું જ્યારે વિચારું છું કે મારી સાથે શું થયું ત્યારે મને ગુસ્સો આવે છે. આજે આપણે મહિલાઓનું ધ્યાન રાખવાનું છે.
સૈફ અલી ખાને કહ્યું હતું કે તેણે ઘણા વર્ષો પહેલા ઉત્પીડનનો સામનો કર્યો હતો પણ તે સેક્સુઅલ ન હતો. તેણે કહ્યું હતું કે મારી કારકિર્દીમાં મારું પણ ઉત્પીડન થયું છે, જોકે તે યૌન પ્રકૃતિનો ન હતો પણ 25 વર્ષ પહેલા મને પરેશાન કરવામાં આવ્યો હતો અને હું આજે પણ તેને લઈને ગુસ્સામાં છું.
મુંબઈ: #Metoo કેમ્પેઈનના કારણે બોલીવુડના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તનુશ્રી દત્તાએ નાના પાટેકર સામે કરેલા આરોપ બાદ આજ દિન સુધીમાં સંસ્કારી બાબુ કહેવાતા આલોક નાથથી લઈ સાજિદ ખાન સુધી બોલીવુડના ઘણા લોકો પર યૌનશોષણનો આરોપ લાગી ચુક્યો છે. પરંતુ આ કડીમાં બોલીવુડના સ્ટાર અને કરીના કપૂરના પતિ એક્ટર સૈફ અલી ખાને કહ્યું કે, મને પણ 25 વર્ષ પહેલા હેરાન કરવામાં આવ્યો હતો પરંતુ તે યૌન સંબંધિત નહોતી. આ વાતને લઈ હું હજુ ગુસ્સામાં છું.
બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાને કહ્યું કે તે #Metoo કેમ્પેઈનમાં યૌન શોષણની પોતાની કહાની શેર કરનાર મહિલાઓ સાથે પુરી રીતે સાથે ઉભો છે. કારણ કે તે મહિલાઓનું દુ:ખ સમજે છે જે આમાંથી પસાર થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -