ધોનીએ કઈ રીતે નેશનલ સીલેક્ટર્સની આબરૂના ઉડાવી દીધા ધજાગરા ? કઈ સૂચનાને ઘોળીને પી ગયો ?
ધોનીએ આ જાહેરાત પછી શનિવારે સાંજે મેચ રમવાની ઘસીને ના પાડી દીધી હતી.આનો અર્થ સ્પષ્ટ છે કે પસંદગીકારો અને ખેલાડીઓ વચ્ચે કોઈ કોમ્યુનિકેશન નથી.
નવી દિલ્હી: ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને વિકેટ કીપર મહેન્દ્રસિંહ ધોનીની હરકતથી પસંદગીકારોની આબરુનો ફજેતો થઈ ગયો છે. પસંદગી સમિતિના ચેરમેન એમ એસ કે પ્રસાદે બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે ધોની વિજય હજારે ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલમાં ઝારખંડ તરફથી રમશે.
ઈંગ્લેન્ડમાં વન ડે અને ટી-20 તથા એશિયા કપમાં ધોનીની બેટિંગ જોઈ સુનીલ ગાવસ્કરે પણ તેને ઘરેલુ ક્રિકેટમાં રમવાની સલાહ આપી હતી.
ઝારખંડ ટીમના કોચે કહ્યુ હતું કે અત્યાર સુધી ટીમ વિજયી દેખાવ કરીન કવાર્ટર ફાઈનલમાં પ્રવેશી છે ત્યારે કદાચ ધોની ઈચ્છતો નહી હોય કે તેની એન્ટ્રીથી ટીમનુ બેલેન્સ બગડે.
ધોની બે વર્ષથી બેટ્સમેન તરીકે ફોર્મમાં નથી ત્યારે પસંદગીકારો કદાચ ઈચ્છતા હતા કે ધોની મહારાષ્ટ્ર સામે રમીને ફોર્મ પાછુ મેળવે.