પાકિસ્તાન કલાકારો પર પ્રતિબંધની તરફેણમાં બોલીવુડનો ક્યો 'ખાન' આવ્યો મેદાનમાં
પાકિસ્તાની કલાકારોને ઘરમાં ઘુસીને મારવાની ધમકી આપ્યા બાદ પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન, અલી ઝફર અને માહિરા ખાન પાકિસ્તાન જવા રવાના થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે માહિરા ખાન શાહરૂખ ખાન સાથે આવનારી ફિલ્મ રઈસમાં કામ કરી રહી છે, જ્યારે અલી ઝફર ડિયર ઝિંદગીમાં શાહરૂખ અને આલિયા ભટ્ટ સાથે કામ કરી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૈફે કહ્યું કે, અમે કલાકાર છીએ અને અમે પ્રેમ અને શાંતિની વાત કરીશું. પરંતુ આ બાબતે સરકારે નિર્ણય લેવાનો રહેશે કે કાયદો શું હોય, કોને કામ કરવાની મંજૂરી મળવી જોઈએ અને કોને ન મળવી જોઈએ.
પાકિસ્તાની કલાકારોના વિરોધો કરનારા મનસેના કાર્યકર્તાઓની વચ્ચે ઘણાં બોલિવુડના કલાકારો પણ આ મુદ્દે પોતાનું મૌન તોડી રહ્યા છે અને હવે આ યાદીમાં સૈફ અલી ખાનનું નામ પણ સામેલ થઈ ગયું છે. આ મુદ્દે કરણ જૌહર, હંસલ મેહતા, અનુરાગ કશ્પયપ, વરૂણ ધવન, રાકેશ ઓમપ્રકાશ મેહરા, અનુપમ ખેર પણ પોતાનો મત વ્યક્ત કરી ચૂક્યા છે. હાલમાં જ ઉરીમાં થયેલ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન, માહિરા ખાન સહિત તમામ લોકોને ભારત છોડવાની ધકમી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં તેમની ફિલ્મોનો વિરોધ પણ થઈ રહ્યો છે.
સૈફ અલી ખાને કહ્યું કે, પ્રતિભા માટે ભારતીય ફિલ્મ ઉદ્યોગના દરવાજા સરહદ પાર માટે ખુલ્લા છે, પરંતુ એ નિર્ણય ભારત સરકારે લેવાનો છે કે કોણ અહીં કામ કરે અને કોણ કામ નહીં કરે.
મુંબઈઃ ભારત-પાકિસ્તાનની વચ્ચે તણાવપૂર્ણ સંબંધની વચ્ચે એક બાજુ પાકિસ્તાનના કલાકારોનો વિરોધ થઈ રહ્યો છે તો ઘણાં કલાકાર તેમનો બચાવ પણ કરી રહ્યા છે. પરંતુ હવે આ મુદ્દે સૈફ અલી ખાને મૌન તોડ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -