સિલ્વર મેડલિસ્ટ સિંધૂને મળી ગોલ્ડન ડિલ, કર્યો 50 કરોડનો કરાર
કંપીનીના સહ સંસ્થાપક અને પ્રબંધ નિર્દેશક તુહીન મિક્ષાએ જણાવ્યું હતું કે, ‘કોઈ ભારતીય બેડમિન્ટન ખેલાડી સાથે કોન્ટ્રાક્ટ કરેલી આ બેસ્ટ ડિલ છે. સિંધૂની વધતી જતી લોકપ્રિયતાના કારણે ઘણી કંપનીઓને તેના તરફ નજર છે. આગામી ત્રણ વર્ષ સુધી અમે તેનું માન વધારવા પર કામ કરીશું. બેસલાઇન હવે સિંધૂની બ્રાન્ડ પ્રોફાઇલિંગ અને કોન્ટ્રાક્ટ જેવા કામ જોશે. સિંધૂને હાલ 16 કંપનીઓ પોતાની પ્રોડક્ટની જાહેરાત માટે સાઇન કરવા માંગે છે પણ સિંધૂ હાલ 9 કંપની સાથે કોન્ટ્રાક્ટ ફાઇનલ કરવાની નજીક છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાનિયાનો કરાર 30 કરોડનો : ક્વાન સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની સાથે કરાર, 2015માં સાનિયા મિર્ઝાને કોન્ટ્રાક્ટ ઉપરાંત ટાઇટલ જીતવાના કારણે 13.25 કરોડ રૂપિયાની અન્ય કમાણી થઇ હતી.
સાઇના 25 કરોડનો કરાર : ઇઓએસ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ સાથે કરાર, 2015માં સાઇનાને જાહેરખબર તથા ટાઇટલ જીતવાથી 16.99 કરોડની વધારાની કમાણી થઇ હતી.
નવી દિલ્હીઃ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી બેડમિન્ટન ખેલાડી પી.વી.સિંધૂએ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ કંપની બેસલાઈન સાતે ત્રણ વર્ષ માટે 50 કરોડ રૂપિયાના ડીલ પર સહી કરી છે. ક્રિકેટર સિવાય અન્ય કોઈ રમતના ખેલાડી માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે. મહિલા સ્ટાર ખેલાડી સાનિયા મિર્ઝા (ટેનિસ) તથા સાઇના નેહવાલ (બેડમિન્ટન)ને પણ અત્યાર સુધી આટલી મોટી જંગી રકમના કોન્ટ્રાક્ટ મળ્યા નથી.
સિંધૂ પહેલાં ક્રિકેટ નહીં રમનાર બે ખેલાડી જાહેરખબર જગતમાં પોતાની છાપ છોડી ચૂકી છે. 2012માં લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ જીતનાર સાઇના નેહવાલ તથા ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ટેનિસ ખેલાડી સાનિયા કરતાં સિંધૂ નવી ડિલ સાથે આગળ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -