સૈફ સાથે જે છોકરી જોવા મળી તે આગામી ફિલ્મમાં એક્ટરની દીકરીનો રોલ કરતી જોવા મળશે. આ નવોદિતાનું નામ આલિયા ફર્નીચરવાલા છે અને તે પૂજા બેદીની દીકરી છે. તે સૈફની ફિલ્મ જવાની જાનેમનથી બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. વાયરલ થયેલી તસવીરોમાં સૈફ અને આલિયા ભારતીય ક્રિકેટ ટીમના રંગવાળી બ્લૂ કલરની ટીશર્ટમાં જોવા મળ્યા હતા.
આલિયા સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે અને પોતાની ડેઈલ લાઈફથી લઈને અંગત કામ સંબંધિત તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આલિયા શૂટિંગ શરૂ થાય તે પહેલા લંડનમાં સૈફ અલી ખાન અને બાકીના કલાકારો સાથે સમય પસાર કરશે.