પ.બંગાળમાં ડૉક્ટરો પરના હુમલાને લઇને આજે દેશભરના ડૉક્ટરો હડતાળ પર, જાણો વિગતે
abpasmita.in | 17 Jun 2019 10:03 AM (IST)
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એક દિવસ પહેલા રાજ્યોને ડૉક્ટરો તથા મેડિકલ વ્યવસાયિકોને કોઇપણ પ્રકારની હિંસા અને સુરક્ષા માટે ખાસ કાયદો લાગુ કરવા માટે વિચારવાનું જણાવ્યુ હતું
Created with GIMP
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરો સાથેની બબાલ બાદ થયેલી હડતાળના પડઘા આખા દેશમાં પડ્યાં છે. આજે ઇન્ડિયન મેડિકલ એસોશિએશન દ્વારા દેશભરમાં ડૉક્ટરો હડતાળમાં જોડાયા છે. પશ્ચિમ બંગાળમાં તાજેતરમાંજ ડૉક્ટરો પર હુમલાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એશોસિએશન (આઇએમએ) આજે દેશભરમાં બિનજરૂરી સ્વાસ્થય સેવાઓને રદ્દ કરવાની સાથે તે પોતાની હડતાળની દિશાને આગળ વધારશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને એક દિવસ પહેલા રાજ્યોને ડૉક્ટરો તથા મેડિકલ વ્યવસાયિકોને કોઇપણ પ્રકારની હિંસા અને સુરક્ષા માટે ખાસ કાયદો લાગુ કરવા માટે વિચારવાનું જણાવ્યુ હતું. તે બાદ આઇએમએની આ જાહેરાત સામે આવી છે. બંગાળમાં જૂનિયર ડૉક્ટરોની હડતાળનો આજે સાતમો દિવસ છે. દેશભરમાંથી લગભગ 5 લાખ ડૉક્ટરો હડતાળ પર રહેશે. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળમાં એનઆરએસ મેડિકલ કૉલેજ અને હૉસ્પીટલમાં ગયા સોમવારની રાત્રે એક દર્દીનું મોત થઇ ગયુ હતુ, જે બાદ તેના પરિવારજનોએ ડૉક્ટરોની સાથે મારામારી કરી હતી, આ ઘટના બાદ ડૉક્ટરો આનો વિરોધ કરીને હડતાળ પર ઉતરી ગયા હતા. જે હજુ પણ યથાવત છે.