બોલિવૂડનો વધુ એક એક્ટર વેબ સિરીઝ ઉપર પોતાનું નસીબ અજમાવશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Nov 2018 08:20 AM (IST)
1
બ્રીધની પહેલી સિઝનમાં આર.માધવન અને અમિત સઢે કામ કર્યું હતું. દર્શકોને આ પહેલી સિઝન ગમતાં હવે બીજી સિઝન પ્લાન કરવામાં આવી છે. સૈયામીએ મિર્ઝિયા ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું પણ તે પછી તેને બીજી કોઈ હિન્દી ફિલ્મ મળી નથી. નોંધપાત્ર બાબત એ છે કે આ સેકન્ડ સિઝન પહેલી સિઝન સાથે કોઈ કનેક્શન ધરાવતી નથી.
2
મુંબઈઃ ફિલ્મો બાદ હવે અભિષેક બચ્ચને હવે વેબસિરીઝ પર પોતાનું કિસ્મત અજમાવવાનું નક્કી કર્યું છે. અમેઝોન પ્રાઇમની સફળ વેબ સિરીઝ બ્રીધની સેકન્ડ સિઝનમાં અભિષેક બચ્ચન દેખા દેશે. અભિષેકની સાથે સૈયામી ખેર મુખ્ય હીરોઇન તરીકે જોવા મળશે.