વર્લ્ડ કપ 2011ની ફાઈનલને લઈને ધોનીએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું....
કોહલીના આઉટ થયા પછી ધોની બેટિંગ કરવા આવ્યો હતો. તેણે ગંભીર સાથે મળીને ઇનિંગ્સને આગળ વધારી હતી અને પછી યુવરાજ સાથે મળી જીત અપાવી હતી. આ ટૂર્નામેન્ટ પછી ધોનીએ ઘણી વખત ભારતને મેચ જીતાડી હતી. જેમાં વર્લ્ડ કપની જેમ સિક્સર મારીને ટીમને જીત અપાવતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્લ્ડ કપની ફાઇનલમાં ભારતના ઓપનર સેહવાગ અને સચિન તેંડુલકર જલ્દી આઉટ થઈ ગયા હતા. આ પછી વિરાટ કોહલી અને ગંભીરે બાજી સંભાળી હતી. બંનેએ 83 રનની ભાગીદારી કરી હતી.
ધોનીએ કહ્યું હતું કે હું શ્રીલંકાનો મોટાભાગના બોલરોની બોલિંગથી પરિચિત હતો કારણ કે તે પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના સભ્ય હતા. હું આગળ બેટિંગ કરવા આવ્યો તે સમયે મુથૈયા મુરલીધરન બોલિંગ કરી રહ્યો હતો. હું તેની સામે સીએસકેની નેટ પ્રેક્ટિસમાં ઘણો રમ્યો હતો અન મને વિશ્વાસ હતો કે હું તેની સામે સરળતાથી રન બનાવી શકીશ. આ જ કારણે હું યુવરાજ કરતા પહેલા બેટિંગ કરવા આવ્યો હતો.
નવી દિલ્હીઃ વર્ષ 2011ના ક્રિકેટ વર્લ્ડ કપને કોણ ભૂલી શકે છે? ખાસ કરીને એ વિનિંગ સિક્સ જેના કારણે ટીમ ઇન્ડિયા 28 વર્ષ બાદ વર્લ્ડ કપ જીત્યું હતું. અનેક વર્ષો બાદ ભારતીય ક્રિકેટ ટીમના યાદગાર પ્રયત્નએ ભારતીય ક્રિકેટ પ્રેમીઓના ચહેરા ખીલી ઉઠ્યા હતા. વર્લ્ડ કપ 2011ના ફાઈનલમાં મહેન્દ્ર સિંહ ધોની યુવરાજ સિંહ પહેલા બેટિંગ કરવા આવ્યા હતા અને જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે હવે 2011 વર્લ્ડ કપને લઈને ધોનીએ મોટો ખુલાસો કર્યો છે. ધોનીએ ફાઇનલમાં ચોથા ક્રમે બેટિંગ કરતા 79 બોલમાં અણનમ 91 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ મેચ રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -