સુભાષ ઘાઈ બાદ આ ફિલ્મ મેકર પર લાગ્યો જાતીય સતામણી આરોપ, કરતો હતો અશ્લીલ ડિમાંડ
#Metoo અભિયાનમાં વધુ એક નામ સામે આવ્યું છે. ફિલ્મમેકર સાજિદ ખાન પર તેની એક્સ અસિસ્ટન્ટ ડાયરેક્ટર સલોની ચોપરાએ ગંભીર આરોપ લગાવ્યો છે. સલોનીએ એક વેબસાઈટ પર લાંબી પોસ્ટ લખી પોતાની વાત રાખી છે. તેણે આ વાતનું ટ્વિટ પણ કર્યું છે. સલોનીએ સાજિદ પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે જણાવ્યું કે, સાજિત તેની પાસે અશ્લીલ તસવીર માગતા હતા અને વલ્ગર વાત કરતા હતા. આ મામલે સાજિદ ખાનની સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઈ રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ તનુશ્રી દત્તા તરફથી નાના પાટેકર પર લગાવવામાં આવેલ જાતીય શોષણના આરોપ બાદ ભારતમાં #MeToo કેમ્પેઈને જોર પકડ્યું છે. અત્યાર સુધી અનેક મહિલાઓ સામે આવીને આરોપ લગાવી ચૂકી છે. નાના પાટેકર, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહલ, પીયુષ મિશ્રા, આલોક નાથ, રજત કપૂર અને વરૂણ ગ્રોવર જેવા અનેક પર આરોપ લાગ્યા છે. આ અભિયાન અંતર્ગત નાના પાટેકર સહિત 4 લોકો વિરૂદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. નાના અને આલોક નાથને કારણ દર્શક નોટિસ મોકલવામાં આવી છે. આલોખ નાથ પાસે 10 દિવસમાં જવાબ માગવામાં આવ્યો છે. જ્યાં નાના પાટેકરને સિન્ટાએ, તો આલોક નાથને FWICEએ નોટિસ મોકલી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -