સલમાન ખાન સાથે કામ કરશે દીપિકા પાદૂકોણ, સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે પ્લાનિંગ!
મુંબઈ: ભૂતકાળમાં બિગ બોસના સેટ પર ફિલ્મ પદ્માવતના પ્રમોશન માટે ગયેલી દીપિકાએ સલમાન ખાન સાથે ફિલ્મ કરવાની ઇચ્છા જાહેર કરી હતી. ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી પોતાની આગામી ફિલ્મમાં પોતાની લકી ચાર્મ દીપિકા પદુકોણ સાથે અભિનેતા સલમાન ખાનને લીડ રોલમાં લેવાના છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2018માં સંજય લીલા ભણસાલી અને દીપિકા પાદૂકોણે પદ્માવત જેવી સફળ ફિલ્મ આપી હતી જેણે 300 કરોડ કરતા વધારે બિઝનેસ કર્યો હતો. ફિલ્મની સક્સેસ પાર્ટીમાં તેમણે કહ્યું હતું કે તેઓ દીપિકા સાથે વધારે ફિલ્મો કરવા માગે છે.
હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મ આવતા વર્ષે ફ્લોર પર જાય એવી શક્યતા છે. ફિલ્મનું નામ અત્યારે હાલ પૂરતું ઇન્સાલ્લાહ રખાયું છે. આ નામમાં ફેરફાર થાય એવી શક્યતા છે. ભણસાલી સાથે દીપિકાએ ગોલિયોં કી રાસલીલા-રામલીલા, બાજીરાવ મસ્તાની અને પદ્માવત એમ બેક ટુ બેક ત્રણ ફિલ્મોમાં કામ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -