અર્જુન કપૂરને આ દિગ્ગજ એક્ટરની બહેનના પ્રેમમાં હતો પાગલ
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાન સાથે અર્જુનના સંબંધો વધુ સારા નથી રહ્યા. હકીકતમાં સલમાન પોતાના ભાઈ અરબાઝ ખાન અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો તૂટવા માટે અર્જુન કપૂરને જ જવાબદાર માને છે. મલાઈકા અને અર્જુનના સંબંધોની ચર્ચાઓ વધવા લાગી તેમ-તેમ મલાઈકા અને અરબાઝના સંબંધો નબળા પડવા લાગ્યા. સલમાનને એવું લાગે છે કે, અર્જુનને કારણે જ મલાઈકા અને અરબાઝ અલગ થયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅર્જુને કહ્યું હતું કે, હું પહેલેથી જ સલમાન ભાઈ સાથે જોડાયેલો હતો, પરંતુ, ‘મૈંને પ્યાર કિયા’ના શૂટિંગ દરમિયાન અમારી રિલેશનશિપ શરૂ થઈ. હું સલમાન ભાઈથી ડરતો હતો, તેમ છતાં તેમની પાસે ગયો અને આખા પરિવારને આ અંગે જણાવ્યું. જોકે અર્પિતાએ જ આ સંબંધનો અંત કર્યો હતો.
વર્ષ 2014માં એક ઈન્ટરવ્યુમાં અર્જુને કહ્યું હતું કે, અર્પિતા સાથે તે પોતાના જીવનમાં પહેલી વખત કોઈ રિલેશનશિપમાં હતો. અર્પિતા તેનો પહેલો અને સાચો પ્રેમ હતી. અર્જુને કહ્યું હતું કે, મારો પહેલી અને અત્યાર સુધીની સીરિયસ રિલેશનશિપ અર્પિતા સાથે હતી. જ્યારે હું 18 વર્ષનો હતો ત્યારે અમે એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. એવું બે વર્ષ સુધી ચાલ્યું હતું.
જોકે, હવે બંનેના સંબંધ તૂટ્યાને ઘણો સમય વીતી ચૂક્યો છે અને અર્પિતા આયુષ શર્મા સાથે લગ્ન કર્યા બાદ એક સંતાનની મા પણ બની ચૂકી છે. પરંતુ, એક સમય એવો હતો, જ્યારે અર્પિતા અને અર્જુન રિલેશનશિપમાં હતા અને અર્જુન તે અંગે સલમાન ખાનને જણાવતા ડરતો હતો.
નવી દિલ્હીઃ અર્જુન કપૂરનું નામ વિતેલા થોડા વર્ષોમાં અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું છે. ઉપરાંત આ યાદીમાં સલમાન ખાનની બહેન અર્પિતા ખાન શર્માનું નામ પણ સામેલ છે. બન્નેના સંબંધની શરૂઆત એક દાયકા પહેલા થઈ હતી અને બન્નેના સંબંધ 2 વર્ષ સુધી ચાલ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -