મુંબઇઃ એકવાર ફરીથી કોરોનાનાએ બૉલીવુડમાં કેર વર્તાવવાનુ શરૂ કરી દીધુ છે. તાજેતરમાં જ કરિના કપૂર ખાન અને અમૃતા અરોડાને કોરોનાનો ચેપ લાગ્યો હતો. આ પછી હવે બૉલીવુડના સુપરસ્ટાર સલમાન ખાનના ઘરમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. રિપોર્ટ છે કે, સલમાનના ભાઇ સોહેલ ખાનની પત્ની સીમા ખાન કોરોનાની ઝપેટમાં આવી ગઇ, હવે સલમાનનો ભત્રીજો કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. 


રિપોર્ટ છે કે, બોલિવૂડ એક્ટર અને ફિલ્મ મેકર સોહેલ ખાનની (Sohail Khan) પત્ની સીમા ખાન (Seema Khan) બાદ હવે તેના 10 વર્ષના નાના પુત્ર યોહાન ખાન (Yohan Khan)ને પણ કોરોનાના ચેપ લાગ્યો છે. આ ઉપરાંત સીમા ખાનની બહેન પણ કોવિડ પોઝિટિવ હોવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે, સીમા તેના બાળકો સાથે પાલી હિલ સ્થિત કિરણ ટાવરમાં રહે છે. આ જગ્યાને હાલ BMCએ સીલ કરી દીધી છે અને અહીંના લોકોનો RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવશે. 


આ પહેલા એક્ટ્રેસ કરીના કપૂર અને અમૃતા અરોરાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ તમામ લોકોએ 8 ડિસેમ્બરે કરણ જોહરના ઘરે એક પાર્ટીમાં યોજી હતી, ત્યારબાદ 11 ડિસેમ્બરે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. BMCએ કરીના અને અમૃતાના ઘરને પણ સીલ કરી દીધું છે. હાલમાં BMC કોન્ટેક્ટ ટ્રેસિંગમાં વ્યસ્ત છે




આ પણ વાંચો


બાળકો માટે કોવિડ-19 રસી ક્યારે આવશે? અદાર પૂનાવાલાએ આ જવાબ આપ્યો


Omicron Variant: ઓમિક્રોનમાં કોરોનાની આ વેક્સિન ખૂબ જ ઓછી કારગર, પ્રથમવાર થયેલા રિસર્ચનું ચિંતાજનક તારણ


Maharashtra Omicron Outbreak:મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા હડકંપ, જાણો રાજ્યમાં કુલ કેસની સંખ્યા  કેટલા પર પહોંચી ?


Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 55 નવા કેસ, 48 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત