મુંબઈઃ બોલિવડ એક્ટર સલમાન ખાન 3 દાયકાથી લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. સુપરસ્ટાર સ્ટારડમની સાથે સાથે સલમાન જમીન સાથે પણ જોડાયેલ છે. સમય સમય પર સલમાન ખાને એ સાબિત પણ કર્યું છે. હવે વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને સલમાન ખાન પોતાના મેકઅપ આર્ટિસ્ટની દાકરીના લગ્નમાં પહોંચ્યા હતા.

મેકઅપ આર્ટિસ્ટના દીકરાના લગ્નમાં પહોંચ્યા બોલિવૂડનો આ સ્ટાર એક્ટર, તસવીરો થઈ વાયરલ


ગુરૂવારે સલમાન ખાન મેકઅપ આર્ટિસ્ટના દિકરા ગૌરવ નાગના લગ્નમાં સામેલ થયો હતો. ત્યાં તેણે કપલની સાથે તસવીરો પણ ખેંચાવી હતી. સોશિયલ મીડિયા પર સલમાન ખાનની આ તસવીરો વાયરલ થઈ રહી છે.


આ પ્રસંગે સલમાન કેઝ્યુઅલ લુકમાં દેખાયો હતો. સલમાન બ્લેક શર્ટ અને ડેનિમમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો. લગ્નમાં સ્ટેજ પર જઈને સલમાને પોઝ પણ આપ્યા હતા.



સલમાન ખાન ઉપરાંત આ ફંક્શનમાં હિમેશ રેશમિયા, હોસ્ટ મનીષ પોલ, ડોલી બિન્દ્રા અને જ્હોની લીવર જેવા કલાકાર પણ હાજર રહ્યા હતા.