ગાંધીનગર: ગુજરાતના 26 IAS અધિકારીઓની સામૂહિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં સુનૈના તોમરને ઉર્જા-પેટ્રોકેમિકલના પ્રિન્સિપાલ સેક્રેટરી બનાવાયા છે. કમલ દયાણીને પોર્ટ-ટ્રાન્સપોર્ટનો વધારાનો હવાલો સોંપાયો છે. સોનલ મિશ્રાને નર્મદા વોટર રિસોર્સ-કલ્પસરનો ચાર્જ સોંપાયો છે.

ગુરુવારે મોડી રાતે ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં મોટા ફેરફાર કર્યાં છે. પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સરકારે 26 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ 26 IASમાં સીનિયર અધિકારીઓ પણ સામેલ છે. IAS સુનેના તોમર જે વાહન વ્યવહાર વિભાગમાંથી ઊર્જા એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવી છે.