વેબસાઈટનો એપ્રિલ ફૂલ પ્રેન્કઃ સલ્લુએ આ સેક્સી હીરોઈન સાથે ખાનગીમાં લગ્ન કર્યાં ને બંનેને બેબી પણ છે
સલમાન ખાને તાજતરમાં જ પોતાના કેટરીના કૈફ સાથેના રિલેશન અંગે વાત કરી હતી. સલમાને ખુલાસો કરતાં કહ્યું હતું કે, હું હંમેશા કેટરીનાને ચાહું છું, અમારા રિલેશન થોડાક સમય પહેલાજ ફરીથી સુમેળભર્યા બન્યા છે. ભૂતકાળના બધા વિખવાદોને જલ્દી ભુલી જઇશું, અમારા લગ્નનું આકસ્મિક ડિસીઝન હતું પણ અમે ખરેખર ખુશ છીએ.
ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના મેરેજનો મુદ્દો હંમેશા ટૉપિકમાં રહ્યો, ઘણા લાંબા સમયથી સલમાનનું અફેર કેટરીના સાથે હોવાની વાતને લઇને ચાલું હતું. મીડિયા અને સોશ્યલ મીડિયા પર પણ હરહંમેશ આ વાતને લઇને ચર્ચા થતી રહેતી હતી.
IBTimes India માં છપાયેલા એક અહેવાલ અનુસાર, સલમાન કહે છે કે, તેને કેટરીના કૈફ સાથે લગ્ન કરી લીધા છે અને તેને એક બાળક પણ છે. આ વેબસાઇટે એક એપ્રિલ ફૂલ પ્રેન્ક પૉસ્ટ શેર કરી હતી, જેમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
વધુમાં કહ્યું કે, તમને જાણીને આશ્ચર્ય થશે કે, અમારે એક નાનકડી સુંદર બેબી પણ છે, અને તે સરોગેટના મધ્યમથી અમારા ત્યા આવી હતી, તે થોડાક મહિના પહેલા જ અમારા પરિવારમાં આવી છે, તેનાથી અમારુ ફેમિલી એક કમ્પલેટ ફેમિલી બની ગયું છે. તમને ખબર તો છે કે હું એક બેબી ઇચ્છતો હતો.
સલ્લુભાઇએ બીજો એક સરપ્રાઇઝ ખુલાસો કર્યો હતો કે, તેમને સરોગેટથી એક બાળક પણ છે.
નોંધનીય છે કે, સલમાન ખાન અને કેકટીના કૈફ બન્ને વચ્ચે ઘણા લાંબા સમયથી અફેર હતું, જોકે બ્રેકઅપ બાદ કેટરીના કૈફનું રણબીર કપૂર સાથે રિલેશનશિપમાં હોવાની વાત પણ ચર્ચમાં આવી હતી. સલમાન અને કેટરીના બન્ને બ્રેકઅપ બાદ ટાઇગર જિન્દા હૈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા, સલમાને કહ્યું કે, અમે બન્નેએ ટાઇગર જિન્દા હૈના શૂટિંગ દરમિયાન મેરેજ કરી લીધા હતા.
નવી દિલ્હીઃ જો સલમાન ખાન કહે કે તે મેરીડ છે અને તેને એક બાળક પણ છે તો... જી હા, આજકાલ સોશ્યલ મીડિયામાં એક સ્ટૉરી વાયરલ થઇ રહી છે, જેમાં સલમાન અને કેટરીના કૈફના લગ્ન થઇ ગયા હોવાની વાત છે અને સાથે તેમને એક બાળક પણ હોવાની વાત છે.