Bigg Boss 13: સલમાન ખાને માઘુરી દીક્ષિતને બતાવ્યું ઘર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Sep 2019 03:46 PM (IST)
'બિગ બોસ 13'ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. શોનો પ્રીમિયર એપિસોડ કાલે 29 સપ્ટેમ્બરે યોજાશે જ્યારે શોના તમામ ફાઈનલ સેલિબ્રિટી સ્પર્ધક ઘરમાં એન્ટ્રી કરશે.
મુંબઈ: 'બિગ બોસ 13'ને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. શોનો પ્રીમિયર એપિસોડ કાલે 29 સપ્ટેમ્બરે યોજાશે જ્યારે શોના તમામ ફાઈનલ સેલિબ્રિટી સ્પર્ધક ઘરમાં એન્ટ્રી કરશે. એવામાં શોના મેકર્સ પણ તેનું પ્રમોશન શાનદાર રીતે કરી રહ્યા છે. બિગ બોસના ઓફિશિયલ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન અભિનેત્રી માધુરી દીક્ષિતને બિગ બોસ ઘર બતાવતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈ નક્કી છે કે શોનું પ્રીમિયર શાનદાર હશે. આ વીડિયોમાં સલમાન ખાન અને માધુરી પોતાની જાણીતી ફિલ્મ હમ આપકે હૈ કોનની ગીત પર ખૂબસુરત અંદાજમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ સલમાન ખાન અને માધુરી આજ કી પાર્ટી મેરી તરફ સે ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ દરમિયાન સલમાન ખાન લીલી શૂટમાં અને માધુરી સાડીમાં જોવા મળી રહી છે.