નવી દિલ્હીઃ જો તમે 30 સપ્ટેમ્બર સુધીમાં પાન અને આધાર કાર્ડ એક બીજા સાથે લિંક નહીં કરાવ્યા હોય તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. આ પહેલા આ નિયમ હતો કે જો તમે પાન કાર્ડ આધાર સાથે લિંક નહીં કરાવો તો તેને રદ્દ કરવામાં આવશે એટલે કે તમારે નવું પાન કાર્ડ કઢાવવું પડશે. પરંતુ હવે લિંક ન કરાવવા પર માત્ર તે નિષ્ક્રિય થઈ જશે. એટલે કે 1 ઓક્ટોબરથી તમે આવકવેરા, રોકાણ અથવા લોકન વગેરે સાથે જોડાયેલ કોઈપણ કામ નહીં કરી શકો. આગળ વાંચો પાન કાર્ડને આધાર સાથે કેવી રીતે કરશો લિંક....

PAN Card – Aadhar Cardને જોડવા માટે પહેલા તમારે આવકવેરાની ઇ-ફાઇલિંગ વેબસાઇટ પર જવું પડશે. આ વેબસાઇટ પર ડાબી બાજુએ ક્વિક લિંકની નીચે “લિંક આધાર”નો વિકલ્પ આપવામાં આવશે, તેના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે. પેજ ખુલ્યા પછી તમારે PAN Card નંબર અને Aadhar Card નંબરની વિગતો ભરવાની રહેશે.



ત્યાર બાદ તમારે કેપ્ચા કોડની વિગતો ભરવાની રહેશે. તે ભર્યા બાદ ‘લિંક આધાર’ના વિકલ્પ પર ક્લિક કરો. જેમને આંખોની તકલીફ છે તે લોકો માટે કેપ્ચાની જગ્યાએ ઓટીપી પણ ઉપલબ્ધ છે. ‘લિંક આધાર’ વિકલ્પ પર ક્લિક કર્યા પછી, બીજું નવું પેજ ખુલશે. અહીં તમને જાણ કરવામાં આવશે કે તમારા PAN Card – Aadhar Cardને લિંક કરવા માટે UIDAIને એક અરજી મોકલવામાં આવી છે.

તમારે આ બાબતને પણ ધ્યાને લેવી જોઈએ કે, PAN Card – Aadhar Cardને જોડતા પહેલા ખાતરી કરો કે, તમારી માહિતી બંનેમાં સમાન છે. ઇન્કમટેક્સ વિભાગ પાન અને આધારને લિંક કરવા માટેના બંને ડોક્યુમેન્ટની માહિતી તપાસે છે. જો તમે પાન અને આધારને લિંક કરવા માટે અરજી કરી છે, તો પછી તમે તેનું સ્ટેટ્સ પણ ચેક કરી શકો છો.