આ ઘટાડો એક્સ શોરૂમ કિંમતમાં કરવામાં આવ્યો છે. બલેનો આરસની એક્સ શોરૂમ કિંમત 8.88 લાખ રૂપિયા છે. કંનપીએ તેની કિંમતમાં 1 લાખ રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો સ્ટોક ક્લિયર કરવા માટે કરવામાં આવ્યો છે. મારુતિ સુઝુકી બલેનો ભારતમાં કંપનીની સફળ કારમાંથી એક છે, પરંતુ આરએસ મોડલને જોઈએ એટલી સફળતા મળી નથી. જેને કારણે હવે કંપનીએ તેની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ બુધવારે પોતાના કેટલાક મોડલોની કિંમતમાં ઘટાડો કર્યો હતો. કંપનીએ પસંદગીના મોડલની કિંમતમાં 5 હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. મારુતિ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, કંપનીએ અલ્ટો 800, અલ્ટો કે10, સ્વિફ્ટ ડીઝલ, એસેરિયો, બલેનો ડીઝલ, ડિઝાયર ડીઝલ, ટૂર એસ ડીઝલ વિટારા બ્રેઝા અને એસ ક્રોસના તમામ વેરિયન્ટ્સની કિંમતમાં ઘટાડો કર્યો હતો.
મારુતિ સુઝુકીના આ મોડલ્સની કિંમત 2.93 લાખથી લઈને 11.49 લાખ રૂપિયા છે. મારુતિ સુઝુકીએ જણાવ્યું કે, કારની નવી કિંમત 25 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગઈ છે. ત્યારે કંપનીએ નિવેદનમાં કહ્યું હતું કે, આ ઘટાડો હાલમાં આપવામાં આવેલ ઓફર્સ ઉપરાંત વધારાની હશે. આ ઘટાડા બાદ તહેવારની સીઝનમાં ખરીદીમાં ઉછાળો આવાવની આશા છે.