સની લિઓની અને સલમાન 2019માં સૌથી વધુ સર્ચ થનારા સેલિબ્રિટી બન્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Dec 2019 05:03 PM (IST)
બોલીવૂડ એક્ટ્રેસ સની લિઓની દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી બની ગઈ છે.
મુંબઈ: યાહૂ ઇન્ડિયાએ આ વર્ષમાં સૌથી વધુ સર્ચ થનારા સેલિબ્રિટીની યાદી બહાર પાડી છે. આ યાદીમાં બોલીવૂડ અભિનેતા સલમાન ખાન ટોચ પર છે, જ્યારે મહિલાઓની યાદીમાં એક્ટ્રેસ સની લિઓની નંબર વન પર છે. આ યાદીમાં અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર બંને બીજા ક્રમ પર છે, જ્યારે 'ટાઈગર ઝિંદા હૈ'માં જોવા મળેલા દિગ્ગજ કલાકાર ગિરીશ કર્નાડ, જેમનું આ વર્ષે નિધન થયું, તેઓ પણ ટોપ10માં છે. બોલીવૂડ એક્ટ્રેસ સની લિઓની દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી બની ગઈ છે. તો અન્ય અભિનેત્રીઓની વાત કરીએ તો પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણ પણ ટોપ 10માં છે.