મુંબઈ: રવિવાર સાંજે દર વર્ષની જેમ બાબા સિદ્દીકીએ ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં ટેલિવૂડથી લઈને બોલિવૂડનાં મોટાં મોટાં સેલેબ્સ જોવા મળ્યાં હતાં. આ પાર્ટીમાં સલમાન ખાનનો પરિવારે પણ હાજરી આપી હતી.
આ પાર્ટીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પ્રમાણે અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયાને સલમાનની બહેન અર્પિતા બહુ જ ગુસ્સે ભરાઈ હતી. અર્પિતા કહે છે કે, તારો દુપટ્ટો સરખો રાખ. વીડિયોમાં જોઈ શકાય છે કે જોર્જિયા પહેલા અરબાઝ ખાન પાસે ઉભી હોય છે અને ત્યારે જ અર્પિતા તેને પાસે બોલાવીને કાનમાં કંઈક કહે છે.
જોકે વીડિયોમાં એ સ્પષ્ટ નથી સંભળાતું કે અર્પિતા જોર્જિયાને શું વાત કરી રહી છે. પરંતુ અર્પિતા સાથે વાત કરીને જોર્જિયા તરત જ પોતાનો દુપટ્ટો સરખો કરવા લાગે છે.
દુપટ્ટો સરખો ન થયો તો અરબાઝની પાછળ જતી રહે છે અને અરબાઝ તેને કવર કરે છે. પાર્ટીમાં જોર્જિયાએ ઓફ ક્રીમ કલરનો લેંગો પહેર્યો હતો. જેના ટોપમાં ડીપ નેક લાઈન હતી.