મુંબઈ: સલમાન ખાનનો ખૂબ જ પોપ્યૂલર શો ‘બિગ બોસ 13’ આજથી શરૂ થશે. 'બિગ બોસ 13'ના ઘરમાં કોણ-કોણ જોવા મળશે તેને લઈને ફેન્સ આતુર છે. બિગ બોસ 13માં કોણ-કોણ જોવા મળશે, તેની જાહેરાત શો વખતે જ કરવામાં આવશે.

બિગ બોસ 13 શોના પ્રમોશનલ વીડિયો લીક થયા છે, જેના પરથી કેટલાંક નામો જાણવા મળ્યા છે. ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ, દેવોલીના ભટ્ટાચાર્જી, પારસ છાબરા, સિદ્ધાર્થ શુક્લાએ ઘરમાં એન્ટ્રી લઈ લીધી છે. આ ઉપરાંત કેટલાક નામો ચર્ચાઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ લોકો બિગ બોસ 13ના ઘરમાં જોવા મળી શકે છે.

ટીવી એક્ટ્રેસ દલજીત કૌર પણ બિગ બોસ 13ની સ્પર્ધક બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે દલજીતનું નામ પણ સામે આવી રહ્યું છે. બિગ બોસ 13 સીઝન માટે બોલીવૂડ અભિનેત્રી કોઈના મિત્રાનું નામ પણ સામે આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કોઈના મિત્રાના એક ટ્વિટ બાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે તે આ ચર્ચિત શોમાં જોવા મળશે.

બિગ બોસ 13ના ઘરમાં આ લોકો પણ જોવા મળી શકે છે જેમાં શહેનાઝ ગીલ, માહિરા શર્મા, શેફાલી બગ્ગા, આસિમ રિયાઝ, લેખક સિદ્ધાર્થ ડે પણ સામેલ છે.