સલમાન ખાનના જન્મદિવસે જ બહેન અર્પિતાએ આપ્યો દિકરીને જન્મ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Dec 2019 05:10 PM (IST)
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે પોતાનો 54માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. આ દિવસે જ સલમાનની બહેન અર્પિતા ખાન શર્માએ દિકરીને જન્મ આપ્યો છે. અર્પિતા અને આયુષ શર્માના ઘરે દિકરીનો જન્મ થયો છે.
મુંબઈ: બોલિવૂડ અભિનેતા સલમાન ખાન આજે પોતાનો 54માં જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. આ દિવસે જ સલમાનની બહેન અર્પિતા ખાન શર્માએ દિકરીને જન્મ આપ્યો છે. અર્પિતા અને આયુષ શર્માના ઘરે દિકરીનો જન્મ થયો છે. અર્પિતાએ સિઝેરિયન ઓપરેશન બાદ મુંબઈની ખાસ સ્થિત હિંદુજા હોસ્પિટલમાં દિકરીને જન્મ આપ્યો હતો. અર્પિતાના પતિ આયુષ શર્માએ જણાવ્યું કે દિકરીને જન્મ આપ્યા બાદ અર્પિતા અને દિકરી બંને સ્વસ્થ છે. થોડા દિવસો પહેલા રિપોર્ટ્સ આવ્યા હતા કે અર્પિતા ઈચ્છે છે કે સલમાનના જન્મદિવસને ખાસ બનાવવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે એ જ કારણે તેને સિઝેરિયન ઓપરેશન કરી બાળકને જન્મ આપી સલમાન ખાનને તેની જિંદગીની સૌથી મોટી ભેટ આપી છે. સલમાન ખાન દર વર્ષે તેનો જન્મદિવસ પનવેલ સ્થિત તેમના લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં ઉજવે છે. આ પાર્ટી વિશે પણ ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આ વખતે સલમાને આ વખતે તેણે જન્મદિવસની પાર્ટી અને અન્ય તમામ યોજનાઓને રદ કરી દીધી હતી. તેણે તેનો જન્મદિવસ અર્પિતાના ઘરે ઉજવ્યો છે.