✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

20 વર્ષ પહેલા ગામવાળાઓને બંદૂક બતાવીને ભાગ્યો હતો સલમાન, આ ઓફિસરે કર્યો હતો અરેસ્ટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Apr 2018 12:03 PM (IST)
1

આ અવાજ સાંભળીને ચશ્મદીદ પોતાના ઘરેથી બહાર નીકળી, ગામવાળાઓને લઇને ઘટનાસ્થળે પહોંચ્યા હતો. ત્યાં તેમને બે કાળિયારના મૃતદેહો મેળવ્યા હતા. ગામવાળાઓએ જીપ્સીનો રજિસ્ટ્રેશન નંબર નોટ કર્યો. તેમને જીપ્સીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પણ સલમાને તેમને બંદૂક બતાવી અને ત્યાંથી ભાગી નીકળ્યો હતો. ગામવાળાઓએ બાઇક લઇને સલમાનનો પીછો કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યા હતાં.

2

3

7 ઓક્ટોબરે આ કેસ લલિત બોરાને સોંપવામાં આવ્યો, તપાસમાં ખબર પડી કે જીપ્સી અરુણ યાદવની હતી. જેને ગાડી એક્ટરને ભાડે આપી હોવાની વાત કહી હતી. અરુણ યાદવ અનુસાર, જીપ્સીને હરીશ દુલાની ડ્રાઇવ કરી રહ્યાં હતા, જે કેસના મુખ્ય ગવાહ છે. તપાસ પુરી થયા બાદ દુલાની વર્ષો સુધી ગાયબ થઇ ગયા, ત્યારબાદ કેસ વધુ વીક પડવા લાગ્યો.

4

બોરાએ સૈફ અલી ખાન વિશે પણ ખુલાસો કર્યો કે તે પુછપરછ દરમિયાન ધમકી ઓપતો હતો, તેમને કહ્યું કે, સૈફ બહુ જ જલ્દી ગુસ્સે થઇ જતો હતો અને વસ્તુઓ ફેંકવા લાગતો હતો. સૈફે મને વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની પાસે જવાની ધમકી આપી દીધી હતી. સૈફે મને કહ્યું કે તમે વીરપ્પનને ઓળખો છો? તે બોલ્યો જો તમે ફૉરેસ્ટ ઓફિસર છો તો હું વીરપ્પન છું. લલિત બોરાએ કહ્યું કે, સલમાન પણ મને આ વસ્તુઓ બોલ્યો હતો.

5

લલિત બોરાએ 2002 માં ફોરેસ્ટ છોડી દીધી હતી, સલમાનના કેસમાં આપેલા ઇન્ટરવ્યૂમાં લલિત બોરાએ જણાવ્યું હતું કે, બાકીના બે અન્ય મામલાની જેમ તેમના દ્વારા એકઠા કરેલા સબુતોને પણ કોર્ટ દ્વારા અનદેખા ના કરી દેવામાં આવે.

6

નવી દિલ્હીઃ આજે જોધપુર કોર્ટે કાળિયાર કેસમાં સલમાન ખાનને દોષી જાહેર કર્યો છે. આ કેસમાં અન્ય આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આ કેસની તપાસ રાજસ્થાનના પૂર્વ વન અધિકારી લલિત બોરાને સોંપવામાં આવી હતી. તે પહેલા એવા નવ અધિકારી હતા જેને સલમાનને આ કેસમાં 'હમ સાથ સાથ હૈ'ના સેટ પરથી અરેસ્ટ કર્યો હતો.

7

કેસની તપાસ દરમિયાન એક મજેદાર ઘટના પણ બની, લલિત બોરાએ જણાવ્યું કે, પુછપરછ દરમિયાન સલમાને તેમને કહ્યું હતું કે, મને જવા દો. જો હું અરેસ્ટ થઇ ગયો તો મારી સોમી અલી સાથે લગ્ન કઇ રીતે થશે?

8

કાળિયાર કેસની પુછપરછ દરમિયાન ફૉરેસ્ટ ઓફિસર્સે એક્ટરને ચિંકારા શિકાર મામલા સાથે જોડાયેલા હોવાની વાતની ખબર પડી. જેનો ખુલાસો દુલાનીએ કર્યો હતો. તેને કહ્યું હતું કે, સલમાન અને સૈફ અલી ખાન પહેલી સીટ પર બેઠા હતા જ્યારે નીલમ, સોનાલી અને તબ્બુ પાછળની સીટ પર બેઠા હતા. જંગલી જાનવરનો શિકાર કરતી વખતે સલમાન ટાર્ગેટ મિસ કરતા તો સૈફ તેને ફોકસ કરવાનું કહેતા હતો. દુલાની આ ગવાહી બાદ એક્ટરને સેટથી અરેસ્ટ કરવામાં આવ્યો હતો.

9

લલિત બોરાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, 2 ઓક્ટોબર, 1998 એ ગુડા બિશ્નોઇના રહેવાસી વન વિભાગના ઓફિસ આવીને 2 કાળિયારનો શિકાર થયાનો દાવો કર્યો હતો. આ ચશ્મદીદ ગવાહો અનુસાર, ગુડા બિશ્નોઇના રેજિડેન્ટ્સ ફટાકડાનો અવાજ સંભળાયો અને ગામની આસપાસ એક મારુતિ જીપ્સીની સંદિગ્ધ મુવમેન્ટ જોવા મળી હતી.

  • હોમ
  • મનોરંજન
  • 20 વર્ષ પહેલા ગામવાળાઓને બંદૂક બતાવીને ભાગ્યો હતો સલમાન, આ ઓફિસરે કર્યો હતો અરેસ્ટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.