ઝકરબર્ગે કબુલ્યું- અમે વાંચીએ છીએ તમારો પ્રાઇવેટ મેસેજ, શેર કર્યો 9 કરોડ ડેટા
બુધવારે ફેસબુકના શેર 1.4 ટકા ઘટીને 153.90 પ્રતિ ડૉલર પર પહોંચી ગયો, કેમ્બ્રિજ એનાલિટિકા પ્રકરણ બાદ ફેસબુકના શેરમાં 16 ટકાનો ઘટાડો આવ્યો હતો. ફેસબુક અને કેમ્બ્રિજ એનાલિટિકાએ આ અનુચિત સંબંધો વિશે સૌથી પહેલા બે ન્યૂઝપેપરોએ રિપોર્ટ કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે, ફેક ન્યૂઝ સ્ટૉરીઝ, ચૂંટણીમાં હસ્તક્ષેપ, પ્રાઇવસી સાથે જોડાયેલા સ્કેન્ડલની માર ઝીલી રહેલી દુનિયાની સૌથી મોટી સોશ્યલ મીડિયા કંપનીના નિવેશકો, યૂઝર્સ, જાહેરખબરદાતાઓ અને રાજનેતાઓના આક્રોશનો સામનો કરવો પડી રહ્યો છે. ગયા મહિને ફેસબુકે કબુલ્યું હતું કે, કરોડો યૂઝર્સનો પ્રાઇવેટ ડેટા ખોટી રીતે કેમ્બ્રિજ એનાલિટિકાના હાથમાં ગયો છે,
ફેસબુકે કહ્યું કે, તે ત્રીજી પાર્ટીની એપ દ્વારા યૂઝર્સનો પ્રાઇવેટ ડેટાને ચોરી થતા અટકાવવા માટે મોટું પગલું ભરી રહ્યું છે. આ બધાની વચ્ચે માર્ક ઝકરબર્ગે કહ્યું કે, તમામ ભૂલો બાદ ફેસબુકને લીડ કરવા માટે તે જ યોગ્ય વ્યક્તિ છે.
કેમ્બ્રિજ એનાલિટીકાની સાથે ફેસબુકે જે 8 કરોડ 87 લાખ લોકોનો પ્રાઇવેટ ડેટા શેર કર્યો છે, તેમાં મોટાભાગના અમેરિકાના રહેનારા છે. કેમ્બ્રિજ એનાલિટિકાએ અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ માટે કામ કર્યું હતું. ફેસબુકની ચીફ ટેકનોલૉજી ઓફિસર માઇક સ્ક્રૉપરે એક બ્લૉગ પૉસ્ટમાં આ માહિતી જાહેર કરી છે.
નવી દિલ્હીઃ ફેસબુકના 8 કરોડ 70 લાખ યૂઝર્સના પ્રાઇવેટ ડેટામાં પૉલિટિકલ કન્સલટન્સી કેમ્બ્રિજ એનાલિટીકાએ ગાબડુ પાડ્યું છે. સોશ્યલ મીડિયા જગતની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક ફેસબુકે બુધવારે આની સ્પષ્ટતા કરતા કહ્યું કે, કેમ્બ્રિજ એનાલિટિકાની સાથે લગભગ 8 કરોડ 70 લાખ યૂઝર્સનો ડેટા અનુચિત રીતે શેર કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -