હવે અહેવાલ મળી રહ્યા છે કે, સલમાન ખાને અમેરિકાના હ્યુ્સ્ટનમાં થનારો એક શો કેન્સલ કરી દીધો છે. આ શો પાકિસ્તાની ઈવેન્ટ ઑર્ગેનાઈઝર રેહાન સિદ્દીકીએ આયોજિત કર્યો હતો. રિપોર્ટ્સ અનુસાર રેહાન પર યુએસમાં ભારત વિરોધી ગતિવિધિઓ માટે ફંડ મેળવવાનો આરોપ છે.
સિદ્દીકી બોલિવૂડ સ્ટાર્સ સાથે સંગીત સમારોહનું આયોજન કરતો રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં 400થી વધારે શોની યજમાની કરી છે. સૈફ અલી ખાન, મીકા સિંહ, પંકજ ઉધાસ તથા રેપર બાદશાહ પણ સિદ્દીકીના કાર્યક્રમનો ભાગ રહી ચુક્યા છે.
રેહાન સિદ્ધીકીના આ કાર્યક્રમને લઈને પણ સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે. સિદ્ધીકી વર્તમાનમાં હ્યૂસ્ટનમાં સીએએ વિરોધી પ્રદર્શન આયોજીત કરવાની યોજના બનાવીએ રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો સલમાન ‘કિક 2’, ‘રાધે’ અને ‘કભી ઈદ કભી દિવાલી’ જેવા પ્રૉજેક્ટ પર કામ કરી રહ્યો છે. આ ફિલ્મો માટે ફેન્સમાં ખૂબ જ આતુરતા છે.