VIDEO: સલમાન ખાને યૂલિયા વંતૂર સાથે ફાર્મહાઉસની કરી સફાઈ, વાયરલ થયો વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 06 Jun 2020 02:39 PM (IST)
ફાર્મહાઉસની સફાઈમાં કેટલાક અન્ય લોકો પણ સલમાન અને યૂલિયાની મદદ કરી રહ્યા છે. સલમાન ખાને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
મુંબઈ: નિસર્ગ વાવાઝોડાની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં થઈ છે. આ વાવાઝોડાના કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા હતા. આ વાવાઝોડાની અસર સલમાન ખાનના પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં પણ જોવા મળી હતી. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હવે સલમાન અને યૂલિયા વંતુરનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સલમાન ખાન પોતાના પનવેલ સ્થિત ફાર્મહાઉસની સફાઈ કરતા જોવા મળી રહ્યો છે. જેમાં યૂલિયા વંતુર ઝાડુ લગાવતી જોવા મળી રહી છે. ફાર્મહાઉસની સફાઈમાં કેટલાક અન્ય લોકો પણ સલમાન અને યૂલિયાની મદદ કરી રહ્યા છે. સલમાન ખાને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરતા તેણે સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું, 'સ્વચ્છ ભારત, વિશ્વ પર્યાવરણ દિવસ.' લોકડાઉનના કારણે યૂલિયા સલમાન ખાન સાથે તેના પનવેલના ફાર્મહાઉસ પર છેલ્લા બે મહિનાથી રહે છે. ફાર્મહાઉસ પર જૈકલિન ફર્નાન્ડિસ અને સલમાનના પરિવારના ઘણા સભ્યો પણ હાજર છે. આ દિવસોમાં સલમાન સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સ સાથે જોડાય છે. તેઓ સતત સોશિયલ મીડિયા પર ફાર્મહાઉસથી પોતાની તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરી રહ્યા છે.