મલપ્પુરમઃ કેરળના પલ્લકડમાં  ગર્ભવતી હાથણીને ફટાકડા ભરેલું અનાનસ ખવડાવતાં મોત થયું હતું. હાથણીના મોત સંદર્ભે કથિત રીતે ભડકાઉ ટિપ્પણી કરવાને લઈ રાજ્ય પોલીસે ભાજપ સાંસદ મેનકા ગાંધી સામે મામલો નોંધ્યો છે.

મલપ્પુરમ જિલ્લા પોલીસ વડા અબ્દુલ કરીમ યૂએ પીટીઆઈ-ભાષાને જણાવ્યું કે, ઝલીલ નામની વ્યક્તિની ફરિયાદના આધારે મેનકા ગાંધી સામે આઈપીસી કલમ 153 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો છે.


અધિકારીએ જણાવ્યું કે, મામલાની તપાસ ચાલી રહી છે. મેનકા સામે છ ફરિયાદ મળી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કર્યુ હતું કે, મલપ્પુરમ તેની ગુનાહિત ગતિવિધિઓ માટે કુખ્યાત  છે. ખાસ કરીન પશુઓ સામે. જે બાદ તે લોકોના નિશાના પર આવી હતી.

મેનકાએ કહ્યું, ક્યારેય કોઈ શિકારી કે વન્ય જીવોની હત્યા કરનારા સામે કાર્યવાહી નથી કરવામાં આવી તેથી તેઓ આમ કરે છે. મેનકાની ટિપ્પણી બાદ એથકલ હેકર્સે તેની સંસ્થાની વેબસાઇટ હેક કરી લીધી હતી.