બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની હત્યા કરવા ફરી રહ્યા છે શાર્પશૂટર, પોલીસે વધારી સુરક્ષા
રાજસ્થાનના લોરેન્સ બિસ્નોઈ ગેંગ સાથે સંપત નેહરાને હૈદરાબાદમાં ઝડપી લેવામાં આવ્યો હતો. સ્પેશયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) દ્વારા સંપતની ધરપકડ કરાયા બાદ તેણે સલમાનની હત્યાના કાવતરા અંગે જણાવ્યું હતું.
દરમિયાનમાં સલમાનના પિતા સલીમ ખાને જણાવ્યું હતું કે, તેમને સલમાનને મળેલી ધમકી ચિંતાનો વિષય નથી, પણ સલમાનની સલમાતી બાબતે તેમને ચિંતા થઈ રહી છે. તેમણે કહ્યું હતું કે, તેમને મુંબઈ પોલીસમાં વિશ્વાસ છે અને તે તેની ફરજ સારી રીતે નિભાવી રહી છે.
મુંબઈઃ થોડા જ દિવસ પહેલા પોલીસે એક ગેંગસ્ટરની ધરપકડ કરી છે, જેણે ખુલાસો કર્યો છે કે તે સલમાન ખાનની હત્યા કરવાની યોજના બનાવી રહ્યો હતો. બિશ્નોઈ ગેંગના શાર્પ શૂટર સંપત નેહરાએ પોલીસને પૂછપરછમાં કહ્યું કે, સલમાનને તેના ઘરની બાલકનીમાં મારવાની યોજના હતી. સંપત નેહરાના ફોનમાં સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની કેટલીક તસવીરો પણ મળી છે.
સંપત નેહરા ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોઈ સાથે કામ કરતો હતો. લોરેન્સ બિસ્નોઈએ સલમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકી એ સમયે આપવામાં આવી હતી જ્યારે કાળિયારના શિકારના કેસમાં સલમાન જોધપુર કોર્ટમાં હાજરી આપવા ગયો હતો.