પ્રિયંકા ચોપરાની સલમાન ખાને કરી મજાક તો મળ્યો આવો મજેદાર જવાબ....
નોંધનીય છે કે અલી અબ્બાસ ઝફર સલમાન સાથે પહેલા જ ટાઈગર ઝિંદા હૈ અને સુલતાન જેવી હિટ ફિલ્મ આપી ચૂક્યા છે, તો પ્રિયંકા પણ અલીના નિર્દેશનમાં બનેલી ‘ગુંડે’માં કામ કરી ચૂકી છે.
‘ભારત’ 2019માં ઈદ પર રિલીઝ થશે. તાજેતરમાં જ ડિરેકટરે ફિલ્મના સેટની પહેલી તસવીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શૅર કરી હતી.
આ ટ્વીટ પર રિપ્લે આપતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે,’યુપી બરેલીમાં અભ્યાસ કર્યો છે જનાબ…હમેશા દેસી ગર્લ…ભારતનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું અને તમને બધાને સેટ પર મળીશ.’ રિપોર્ટ્સ અનુસાર પ્રિયંકા ચોપરા લાંબા સમયથી સલમાન ખાન અને અલી અબ્બાસ ઝફર સાથે કામ કરવાની રાહ જોઈ રહી હતી.
સલમાન ખાને બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું કે,’ભારત…તમારૂ ઘરે પરત ફરવા પર સ્વાગત કરે છે પ્રિયંકા.. ટૂંક સમયમાં જ મળીશું. જોકે, અમારી ફિલ્મ હિંદીમાં છે.’ આ ટ્વીટમાં સલમાને અતુલ અગ્નિહોત્રી અને અલી અબ્બાસ ઝફરને પણ ટેગ કર્યાં છે. આ ટ્વીટથી સ્પષ્ટ છે કે પ્રિયંકા લાંબા સમયથી બોલિવૂડ ફિલ્મ્સથી દૂર હતી. આથી સલમાને તેને બોલિવૂડમાં પરત ફરવા પર સ્વાગત કરવાની વાત કરી હતી.
નવી દિલ્હીઃ સલમાન ખાન અને પ્રિયંકા ચોપરાની જોડી 10 વર્ષ બાદ મોટા પડતે પરત ફરી રહી છે. છેલ્લે સલમાન અને પ્રિયંકાની જોડી ‘ગોડ તુસી ગ્રેટ હો’માં જોવા મળી હતી. પરંતુ હવે બન્ને ભારતમાં એક સાથે જોવા મળશે અને ફિલ્મનું શૂટિંગ શરૂ થવા પહેલા સલમાન અને પ્રિયંકાની વચ્ચે ટ્વીટર પર મસ્તી કરતાં જોવા મળ્યા.