બળાત્કાર વિરોધી રેલીમાં હાર્દિકે લીધી સેલ્ફી, લોકોએ ઉડાવી મજાક
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલીમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત અન્ય કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા, પરંતુ અહીં વિરોધને બદલે સેલ્ફીઓ લેવા પડાપડી થઈ રહી હતી. જોકે રેલીમાં હાર્દિકની સેલ્ફી સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ લોકોએ તેની મજાક ઉડાવી હતી.
રેલીનું આયોજન જુહાપુરા સર્કલથી ગાંધી હોલ અને સરખેજ સર્કલથી ગાંધી હોલ એમ બે રૂટમાં કરવામાં આવ્યં હતું.
હાર્દિકે અહીં રેલીને પણ સંબોધિત કરી હતી, જેમાં તે રાજ્યો અને કેન્દ્રની ભાજપ સરકાર પર પ્રહારો કર્યા હતા. રેલી બાદ પ્રાર્થના અને દુઆનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ કાશ્મીરના કઠુઆમાં બનેલી બળાત્કારની ઘટનાઓને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શન અને રેલીઓ યોજાઈ રહી છે. જુહાપુરામાં યોજાયેલી રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અમદાવાદઃ સેલ્ફીનો ક્રેઝ હોય, પરંતુ ઘટનાની ગંભીરતા ન હોય ત્યારે ગમે તેવી સેલ્ફી પણ ખરાબ લાગે તેનું ઉદાહરણ બુધવારે જોવા મળ્યું. બળાત્કાર જેવા જઘન્ય અત્યાચારનો ભોગ બનેલી માસુમ બાળકીના બળાત્કારીઓને સજા કરાવવા માટે દેશભરમાં જાગેલા જનાક્રોશના પગલે અમદાવાદમાં જુહાપુરા ખાતે બુધવારે સાંજે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે પણ ખાસ આમંત્રણથી હાજરી આપી હતી. તેણે આ કાર્યક્રમની સેલ્ફી પણ પોસ્ટ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -