નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલા (Pulwama Terror Attack)ને લઈને બોલિવૂડ ખૂબ જ ઝડપથી પ્રિતિક્રિયા આપી રહ્યું છે. અજય દેવગને પોતાની ફિલ્મ ટોટલ ધમાલ પાકિસ્તાનમાં રિલીઝ કરાવની ના પાડી દીધી છે, તો સલમાન ખાન પણ હરકતમાં આવી ગયો છે. અહેવાલ છે કે સલમાન ખાન પોતાના પ્રોડક્શન હાઉસની આગામી ફિલ્મ નોટબુકમાંથી પાકિસ્તાની સિંગર આતિફ અસલમના ગીત હટાવી દીધા છે. આ અહેવાલ અનેક વેબસાઈટ્સ પર છે. આ રીતે સલમાન ખાને પણ પુલવામાં હુમલાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે.



પુલવામા એટેક બાદ ટીસીરીઝે પણ આતિફના ગીતોને તેમની યુ ટ્યુબ ચેનલ પરથી હટાવી દીધા છે. પુલવામા હુમલા બાદ પાકિસ્તાની કલાકારો માટે બોલીવુડના દરવાજા બંધ થઇ ગયા છે અને તેમના પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ફિલ્મ ટોટલ ધમાલના નિર્માતાઓએ પણ તેમની ફિલ્મને પાકિસ્તાનમાં રીલીઝ કરવાનું ટાળ્યું છે જાવેદ અખ્તર અને શબાના આઝમીએ પણ તેઓની કરાંચીની મુલાકાત રદ કરી દીધી છે.