આ મોહમ્મદ બિન સલમાનનો ભારતનો પ્રથમ પ્રવાસ છે. તમને જણાવી દઈએ કે, ભારત અને સાઉદી અરબ પોતાના રક્ષા સંબંધોને વધુ મજબૂત કરવાની દીશામાં જરૂરી પગલા ભરી શકે છે.
સલમાનની યાત્રા પર સૂત્રોએ જણાવ્યું કે, સઉદી અરબ ભારતમાં મોટુ રોકાણ કરી શકે છે. ભારતની અર્થવ્યવસ્થા હાલમાં મજબૂત છે, અને તેનો વિકાસ દર 7 ટકા છે. ભારત સાઉદી અરબનો 8મો રણનૈતિક ભાગીદાર દેશ છે. સૂત્રોનું કહેવું છે કે, સલમાનની યાત્રા દરમ્યાન ભારત અને સઉદી અરબ 5 એમઓયૂ પર હસ્તાક્ષર કરી શકે છે.