નવી દિલ્હીઃ સલમાન ખાન બોલિવૂડના એવા બેચલર છે જેના માટે હજારો યુવતીઓનું દિલ ધડકે છે. એવામાં જો કોઈ તેના ડુપ્લિકેટને જોઈ લે તો સામેવાળા હોશ ઉડી જશે. હાલમાં ઇન્ટરનેટ પર સુપર સ્ટાર સલમાન ખાનના એક ફેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવીએ કે, તેનો ડુપ્લીકેટ બીજે ક્યાંય નહીં પણ પાકિસ્તાનમાં જોવા મળ્યો છે. વીડિયોમાં જોવા મળતો વ્યકિત કરાચીનો હોવાનું કહેવાઈ રહ્યું છે. સલમાનના આ ડુપ્લિકેટે સલમાનની જ જેમ હેરસ્ટાઇલ અને બોડી બનાવી રાખી છે જેને જોઈ કોઈ પણ ભ્રમમાં પડી જાય છે. સલમાનના ફેન્સ આ વીડિયોને લાઇક અને શેર પણ કરી રહ્યા છે. આ વ્યક્તિનો ચહેરો સલમાન સાથે મળતો આવે છે. નજરે જોનારા લોકો તેને સલમાન ખાન જ સમજી લે છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ વ્યક્તિ રસ્તા પર જોવા મળી રહ્યો છે અને તે બાઈક સરખી કરતો જોવા મળી રહ્યો છે. જુઓ વીડિયો...