મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાનના ફેન્સ તેની આગામી ફિલ્મ 'દબંગ 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે સલમાનના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મ 20 ડિસેમ્બરે થિયેટરમાં રીલીઝ થશે. સલમાન ખાને ફિલ્મનું પોસ્ટર ટ્વિટર પર શેર કરી ફિલ્મની રીલીઝ ડેટનો ખુલાસો કર્યો છે.


સલમાનની ફિલ્મ દબંગ 3માં અભિનેત્રી સોનાક્ષી સિન્હા તેની સાથે રોમાંસ કરતી જોવા મળશે. ફિલ્મ દબંગ 3નું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે. સલમાનની ફિલ્મ દબંગ અને દબંગ 2 બોક્સ ઓફિસ પર ધમાક મચાવી હતી. હવે દબંગ 3 20 ડિસેમ્બરના રીલીઝ થશે. ફેન્સ સલમાનની આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.