નવી દિલ્હી: ભગોડા નીરવ મોદીની જામીન અરજી બ્રિટનની એક કોર્ટે શુક્રવારે ફગાવી દીધી છે. હવે નીરવ મોદીને 24 મે સુધી જેલમાં રહેવું પડશે. આ અગાઉ પણ નીરવ મોદીની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.આ મામલે વધુ સુનાવણી 26 એપ્રિલે થશે.


કોર્ટે કહ્યું કે આ મામલે પર્યાપ્ત સબૂત છે કે ભગોડા હીરાના વેપારી નીરવ મોદી આત્મસમર્પણ નહીં કરે. આ પહેલા નીરવ મોદી બીજી વખત જામીન અરજી લઈને વેસ્ટરમિન્ટરની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર થયા હતા. તેને પણ રિજેક્ટ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે 29 માર્ચે લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટે નીરવ મોદીને જામીન આપવાનો ઈન્કાર કર્યો હતો. તેને વાંડસવર્થ જેલમાં મોકલવામાં આવ્યો હતો. 26 એપ્રિલે તેના કેસની વધુ સુનાવણી નક્કી કરવામાં આવી હતી. ચીફ મેજિસ્ટ્રેટ અમ્મા અબર્થનોટે નીરવની જામીન અરજી એ આધાર પર ફગાવી દીધી હતી કે તે દેશ છોડીને ભાગી જાય તેવી શકયતા છે.

હંસરાજ હંસ બાદ હવે જાણીતા ગાયક દલેર મેહન્દી ભાજપમાં સામેલ, બન્ને છે એકબીજાના વેવાઇ

પીએમ મોદીએ વારાણસીથી ઉમેદવારી ફોર્મ ભર્યુ, કાશીમાં એનડીએના દિગ્ગજોનો જમાવડો

મંચ પર ડિમ્પલ યાદવ માયાવતીના પગે લાગી, સામે 'ફોઇ'એ આપ્યા આશિર્વાદ, રાજનીતિનો અદભૂત વીડિયો વાયરલ

ભારતનું પ્રતિનિધિત્વ કરવા ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ(CPS)એ જણાવ્યું હતું કે નીરવ મોદીને જામીન આપવી જોઈએ નહીં. કારણ કે તે ભાગી જાય તેવી આશંકા છે. તેમણે કહ્યું કે પોતાની છેતરપિંડી અને મની લોન્ડ્રિંગ સાથે જોડાયેલા કેસની સાક્ષીઓને મારી નાખવાની ધમકી પણ આપી છે.

NDAના કયા દિગ્ગજ નેતાને PM મોદી લાગ્યા પગે? જુઓ વીડિયો