મુંબઈઃ વર્ષ 1995માં સલમાન ખાનની ફિલ્મ ‘વીરગતિ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી એક્ટ્રેસ પૂજા ડડવાલની ફિલ્મી કારકિર્દી વધારે લાંબી ચાલી ન હતી. લગ્ન બાદ પૂજા ઘરેલું હિંસાનો ભોગ બની અને ત્યાર બાદથી દે ઘરથી બેઘર થઈ ગઈ. એક દિવસ અહેવાલ આવ્યા હતા કે, પૂજા મુંબઈના શિવડી સ્થિત ટીબી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં ભરતી છે.

સલમાન ખાને કરી હતી મદદ

આઠ મહિના હોસ્પિટલમાં ગંભીર હાલતમાં રહેવા દરમિયાન રાજેન્દ્ર નામની વ્યક્તિએ તેની દેખભાળ કરી અને સલમાન ખાનના બીઇંગ હ્યૂમન ફાઉન્ડેશને સારવારનો ખર્ચ ઉઠાવ્યો. ઠીક થયા બાદ પૂજા જ્યારે ગોવા ગઈ ત્યારે પણ સલમાન ખાને તેના ઘરનો ખર્ચ ઉઠાવ્યો. એબીપી સાથે વાત કરાતં પૂજાએ કહ્યું કે, મુશ્કેલ સમયમાં સલમાન તરફથી મળેલ તમામ મદદ માટે તે હંમેશા સલમાન ખાની આભારી રહેશે.



નોંધનીય છે કે, 2003માં ઝી ટીવીની સિરયલ ‘ઘરાના’માં છેલ્લી વખત એક્ટિંગ કરતી જોવા મળેલ પૂજા ડડવાલ ફરી એક વખત કેમેરાની સામે હશે. 17 વર્ષ બાદ એક શોર્ટ ફિલ્મ ‘શુક્રાના ગુરુ નાનક દેવજી કા’ દ્વારા કેમેરા સામે પરત ફરેલ પૂજાએ કહ્યું કે, એક્ટિંગની દુનિયામાં પાછી આવીને હું ખૂબ જ ઉત્સાહિત છું. તેણે કહ્યું કે, આ શોર્ટ ફિલ્મ બાદ તે ટૂંકમાં જ ફીચર ફીલ્મમાં જોવા મળશે. તેણે કહ્યું કે, એક્ટિંગ તેનો પહેલો પ્રેમ છે અને હવે તે આગળ એક્ટિંગ કરવા ઈચ્છે છે અને જુદી જુદી ભૂમિકા ભજવવા માગે છે, પરંતુ કોઈ ફિલ્મમાં એક નકારાત્મક ભૂમિકા ભજવવાની તેની ખૂબ જ ઇચ્છા છે.

સલમાનની હંમેશા આભારી રહીશ- પૂજા

પૂજા કહે છે કે, તે વીરગતિની રીલીઝ બાદ તેને ક્યારે સલમાન ખાનને મળવાની તક નથી મળી. પોતાની સારવારનો ખર્ચ સલમાન દ્વારા ઉઠાવ્યા બાદ પણ તે સલમાન ખાનને મળી નથી શકી. પરંતુ ચહેલા પર હસતા પૂજાએ કહ્યું કે, આગામી સપ્તાહે તે સલમાન ખાનને મળવા જઈ રહી છે, જેને લઈને તે ખૂબ જ ઉત્સાહિત છે અને તે તેનું શબ્દોમાં વર્ણન કરી શકે એમ નથી.