મુંબઈઃ કોરોના વાયરસ સતત દેશમાં ફેલાઈ રહ્યો છે અને સાથે જ દેશમાં ડોક્ટર્સ અને પોલીસ સાથે થઈ રહેલ ગેરવર્તણૂંકના કેસ પણ સતત સામે આવી રહ્યા છે. હવે તેને લઈને સલમાન ખાને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સાથે જ સલમાન લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા પર ભડક્યો છે. સલમાને એક વીડિયો જાહેર કર્યો છે જેમાં તેણે કહ્યું કે, તે માત્ર બે દિવસની રજા માટે પોતાના ફાર્મ પર ગયો હતો. પરંતુ ત્યાર બાદ લોકડાઉન થઈ ગયું અને જ્યાં હતાં ત્યાં જ ફસાઈ ગયા છીએ.

સલમાને વીડિયોમાં કહ્યું કે, તેણે નિયમ બનાવ્યો છે કે તે ક્યાં બહાર નહીં જાય અને ન તો કોઈ બાહરનો સભ્ય અંદર આવી શકે છે. તે માત્ર રાશન માટે બહાર જાય છે. વીડિયોમાં સલમાને પોતાના એક સ્ટાફ મેમ્બરની ભૂલનો પણ ઉલ્લેખ કર્યો. તેણે કહ્યું કે, રાશન લેવા ગયેલ તેની ટીમનો એક સભ્યએ બહાર જઈને માસ્ક ઉતારી દીધું જે ખોટું હતું.

ઉપરાંત સલમાને ખૂબજ ભાવુક અપીલ કરતાં લોકોને આ લોકડાઉનનું પાલન કરવાની વાત કહી અને ડોક્ટર્સનું સન્માન કરવાની અપીલ કરી છે. સલમાને કહ્યું કે, જે લોકો લોકડાઉનનું પાલન નથી કરતાં તે મોટા બહાદુર છે. પરંતુ શું તેઓ એટલા બહાદુર છે કે કે પોતાની ભૂલનને કારણે પોતાના જ પરિવારના જીવ જોખમમાં મુકશે અને પછી તેના જ જનાજાને કાંધ આપશે?

સલમાને કહ્યું કે આ એવી બીમારી છે જેની કોઈ સારવાર નથી અને જો હજુ પણ તેને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો તે ધીમે ધીમે સમગ્ર દેશને ખત્મ કરી દશે.