નવી દિલ્હીઃ સરકારે કોરોના વાયરસને કારણેલાગુ કરવામાં આવેલ લોકડાઉનના બીજા તબક્કા માટે નવી ગાઈડલાઈન બહાર પાડી છે. લોકડાઉન દરમિયાન તમામ પ્રકારના સાર્વજનીક ટ્રાન્સપોર્ટ અને સાર્વજનિક સ્થલો ખોલવા પર ત્રણ મે સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જોકે ગ્રામીણ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોમાં 20 એપ્રિલથી કામ શરૂ કરવપાની મંજૂરી આપવામાં આવશે.


ગ્રામીણ વિસ્તારમાં ઉદ્યોગિક એકમોમાં સામાજિક અંતર જાળવી રાખવાના નિયમોનું પાલન કરવા પર જ કામ કરવાની મંજૂરી આપવામાં આવશે. ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇડલાન અનુસાર સાર્વજનિક સ્થળો પર થૂકવું એ દંડનીય ગુનો બનાવવામાં આવ્યો છે અને દારૂ, ગુટખા, તંબાકુ વગેરેના વેચાણ પર કડક પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા છે. જણાવીએ કે, પ્રધાનમંત્રી મોદીએ દેશવ્યાપી લોકડાઉન ત્રણ મે સુધી આગળ વધાર્યું છે.

શું ખુલ્લું રહેશે?

  • આઈટી કંપની 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરી શકે છે.

  • ઇ-કોમર્સ કંપનીઓને પણ કામ કરવાની મંજૂરી હશે.

  • કુરિયર સેવાઓને કામ કરવાની મંજૂરી હશે

  • લોકડાઉનમાં ફસાયેલ લોકો માટે હોટલ અને લોજ ખુલા રહેશે.

  • ઇલેક્ટ્રિશિયન, પ્લંબર, મોટર મેકેનિક દ્વારા આપવામાં આવતી સેવાઓને 20 એપ્રિથી મંજૂરી આપવામાં આવશે.

  • મોટર મેકેનિક અને કાર પેન્ટરને પણ કામ કરવાની મંજૂરી હશે.

  • SEZમાં ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવશે.

  • ગામડામાં રસ્તા અને બિલ્ડિંગ બનાવાવની મંજૂરી હશે.

  • ફળ, શાકભાજીની દુકાન લારી, દૂધના બૂથ, ઇંડા, માંસ અને માછલીની દુકાન ખુલી રહશે.જાણો શું બંધ રહેશે?

  • સમગ્ર દેશમાં રેલવે, રસ્તા અને હવાઈ ટ્રાન્સપોર્ટ પર પ્રતિબંધ.

  • સ્કૂલ-કોલેજ, ફેક્ટરીઓ, રેસ્ટોરન્ટ અને હોટલ પણ બંધ રહેશે.

  • સિનેમા હોલ, મોલ્સ અને શોપિંગ કોમ્પલેક્સ પણ બંધ રહેશે.

  • ઓફિસ અને સાર્વજનિક જગ્યાઓ પર ચહેરો ઢાકવો ફરજિયાત હશે.

  • રાજનીતિક સભાઓ, ધાર્મિક આયોજન પણ ત્રણ મે સુધી નહીં થઈ શકે.

  • દેશમાં તમામ પૂજા સ્થળ પણ ત્રણ મે સુધી બંધ રહેશે.

  • રસ્તા પર થૂકવા પર દંડ અને લોકડાઉનના ઉલ્લંઘન પર કાર્રવાઈ થશે.

  • હોટસ્પોટ વિસ્તારમાં માત્ર જરૂરી સામાન જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.