આ સુપરસ્ટારે ઉઠાવ્યો હતો ડો. હાથીની સારવારનો ખર્ચ
નવી દિલ્હીઃ ડો. હાથીના નામથી જાણીતા ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ કવિ કુમાર આઝાદનું 9 જુલાઈના રોજ નિધન થઈ ગયું હતું. હવે તેના વિશે અનેક નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App8 વર્ષ પહેલા ડો. હાથીએ પોતાની બેરિએટ્રિક સર્જરી કરાવી હતી. આ સર્જરી ડો. મુફી લાકડાવાલાએ મફતમાં કરી હતી. આ ઉપરાંત ડો. હાથીના વધુ એક શુભચિંતક હતો સલમાન ખાન. તેણે ડો. હાથીની દવાઓ, ઓપરેશન થિયેટર અને રૂમનો ખર્ચ ઉઠાવ્યો હતો.
ત્યાર બાદ તેમને બીજી બેરિએટ્રિક સર્જરીની સલાહ આપવામાં આવી. પરંતુ તેના માટે તે રાજી થયા ન હતા. તેનાથી તેનું વજન 90 કિલો સુધી ઓછું થઈ શકે એમ હતું. કવિ કુમારને લાગ્યું કે તે તેનાથી બેરોજગાર થઈ જશે.
ડો. હાથીની આર્થિક સ્થિતિ તે સમયે સારી નહોતી. તે સમયે સલમાને તેમને સાથ આપ્યો હતો.પહેલા તે 265 કિલોના હતા અને તેમને 10 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. સર્જરી બાદ ડો. હાથીનું વજન 140 કિલો ઘટ્યું હતું.
ડો. મુફીએએ તેમને પેડિંગનો ઉપયોગ કરીને કેમેરા સામે આવાવની સલાહ આપી, પરંતુ તે તેના માટે રાજી ન થયા. ત્યાર બાદ તેનું વજન 20 કિલો વધી ગયું. તે 160 કિલોના થઈ ગયા હતા. પરંતુ તે હજુ પણ વેરિએટ્રિક સર્જરી કરાવવા માગતા ન હતા. જો આમ થયું હોત તો આજે ડો. હાથી જીવીત હોત.
- - - - - - - - - Advertisement - - - - - - - - -