મુંબઈ: બોલીવૂડ અભિનેતા સલમાન ખાને પોતાની નવી ફિલ્મ અંગે જાહેરાત કરી છે. સલમાન ખાને 2021ની ઈદ માટે પોતાની ફિલ્મની જાહેરાત કરી છે. 2021માં સલમાન ખાની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી' રિલીઝ થશે.


સલમાન ખાનની ફિલ્મ 'કભી ઈદ કભી દિવાલી'ને સાજીદ નડિયાદવાલા પ્રોડ્યૂસ કરશે. ડિરેક્ટર ફરહાદ સામજી આ ફિલ્મને ડિરેક્ટ કરશે. સલમાન ઘણા વર્ષોથી તેની ફિલ્મ ઈદ પર રિલીઝ કરે છે. આ જ પ્રવાહમાં હવે 2021ની ઈદ પણ સામેલ થઇ ગઈ છે. ફિલ્મના નામ સિવાય હજુ કોઈ બીજી માહિતી સામે આવી નથી.

રિપોર્ટ્સ આવ્યા હતા કે સલમાન ખઆન સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈંશા અલ્લાહમાં જોવા મળશે. પરંતુ તોરીખને લઈને પ્રોજેક્ટ આગળ ન વધી શક્યો. આ ફિલ્મમાં સલમાન ખાન અને આલિયા ભટ્ટની જોડી એક સાથે જોવા મળવાની હતી. પરંતુ હવે આ ફિલ્મ ક્યારે બનશે અને તેમાં કોણ જોવા મળશે તે હાલ તો સ્પષ્ટ નથી.