શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ફરી નાપાક હરકત કરતા એલઓસી પાસે પુંછ જિલ્લાના ગુલપુર સેક્ટરમાં ગોળીબાર કર્યો હતો. જેમાં ભારતીય સેનાના બે જવાન શહીદ થઈ ગયા હતા. જ્યારે અન્યે બે જવાન ઘાયલ થયા છે. હુમલામાં શહીદ જવાન સેનામાં પોર્ટર હતા.

સમાચાર એજન્સી અનુસાર શુક્રવારે સવારે 11 વાગ્યાની આસપાસ પાકિસ્તાને પુંછમાં ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. પાકિસ્તાની સેનાએ ભારતની સરહદમાં મોર્ટાર છોડ્યા હતા. હુમલામાં બે જવાન શહીદ થયા હતા જ્યારે બે ઘાયલ થયા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાને ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.