…તો આ કારણે સલમાન ખાને નથી કર્યા લગ્ન, પોતે કર્યો ખુલાસો
પોતાની અપકમિગ ફિલ્મ રેસ-3ની શૂટિંગમાં વ્યસ્ત સલમાન ખાનનું માનવું છે કે તે તણાવ અને ચિંતાભરી લક્ઝરી લાઇફથી દૂર રહે છે. સલમાન ખાન બોલિવૂડમાં નવા ચહેરાઓને લોન્ચ કરવા માટે ઓળખાય છે અને આ સાથે સલમાન ખાન ચેરિટી સાથે પણ જોડાયેલો છે.
સલમાન ખાને તેના માતાપિતાના લગ્ન અંગે વાત કરતા જણાવ્યું કે, મારા પિતાના લગ્નમાં 180 રૂપિયાનો ખર્ચ થયો હતો. ઓછી આવક છતાં મારા પિતાએ અમે પાંચ ભાઇ-બહેનોનો સારી રીતે ઉછેર કર્યો હતો.
મુંબઇઃ બોલિવૂડ સ્ટાર સલમાન ખાનના લગ્ન તેના ફેન્સમાં સૌથી મોટો સવાલ છે. કારણ કે સલમાન ખાન 52 વર્ષની ઉંમર સુધી પણ સિંગલ છે. સલમાન ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, તે મોંઘા લગ્નનો ખર્ચ ઉઠાવી શકતો નથી જેને કારણે અત્યાર સુધી સિંગલ રહેવાનું પસંદ કર્યું છે.
સલમાન ખાનને તેના લગ્ન અંગે સવાલ કરતા તેણે જણાવ્યું કે, આજકાલ લગ્ન ખૂબ મોંઘા થઇ ગયા છે. લગ્નમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને હું એટલા મોંઘા લગ્નનો ખર્ચ ઉઠાવી શકતો નથી. જેથી સલમાન ખાને સિંગલ રહેવાનુ પસંદ કર્યું છે.