દમણઃ PM મોદીએ દીવ-દમણ હેલિકોપ્ટર સેવાનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું-માછીમારો મંડળી બનાવી લઈ શકશે લોન
વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે, હેલિકોપ્ટર સેવાથી દમણ અને દિવ વિકાસની ધારામાં આવ્યા છે. હેલિકોપ્ટર સેવાથી લોકોને દિવ, દમણ અને સોમનાથ પહોંચવામાં સરળતા રહેશે. દમણ પ્રવાસન સ્થળ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદમણઃ વડાપ્રધાન મોદીએ દમણ પહોંચ્યા હતા. મોદીએ દમણ-દીવ હેલિકોપ્ટર સેવાનું ઉદ્ધાટન કર્યું હતું. મોદી પહોંચતા લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. કાર્યક્રમમાં હાજર લોકોએ મોબાઇલની લાઇટ ચાલુ કરીને મોદીનું સ્વાગત કર્યું હતું. સેલવાસના સાંસદોએ મોદીને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન મોદીના દમણ પ્રવાસનો કોગ્રેસે વિરોધ કર્યો હતો. કોગ્રેસે હવામાં કાળા ફુગ્ગા ઉડાવી વિરોધ કર્યો હતો. કૉંગ્રેસનું કહેવું છે દમણમાં હેલિકોપ્ટરની નહીં, યુવાનોને રોજગારીની જરૂર છે. આ સંબંધમાં પોલીસે કૉંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓને નજરકેદ કર્યા હતા.
દમણ બાદ વડાપ્રધાન મોદી સુરતના પ્રવાસે પણ જશે. તેમના સ્વાગતને લઇને તંત્રએ તૈયારીનો ધમધમાટ શરૂ કર્યો છે. શહેરના કારગિલ સર્કલને સુંદર લાઈટિંગથી શણગારાયુ છે. શહેરમાં મોટી મોટી LED લાઈટો લગાવવામાં આવી છે.
અગાઉ વડાપ્રધાન મોદી અગાઉ સુરત એરપોર્ટ પહોંચ્યા હતા જ્યાં રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી અને સુરતના મેયર અસ્મિતાબેન શિરોયા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં મોદી હેલિકોપ્ટર મારફતે દમણ પહોંચ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -