સલમાને નહીં બીજા કોઈએ શિકાર કર્યો હતો? સલ્લુ આ શિકારીને બચાવી રહ્યો છે? કોણે કર્યો આ દાવો?
એક યૂઝરે કોમેન્ટમાં મજાક ઉડાવતા લખ્યું, બસ પણ કરો, આગામી ફિલ્મમાં હરણનો રોલ તમને જ મળશે, પછી જોજો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક યૂઝરે લખ્યું, તમે સાચુ કહી રહ્યા છે સિમી મેમ, તે કોઈ જાનવરને મારવા વિશે વિચારી પણ ન શકે. ત્યાં સુધી કે તે વેજ ચિકન ખાવાનું પસંદ કરે છે.
સિમી ગ્રેવાલે ટ્વિટ કરીને કહ્યું કે, હું એટલી તો આશ્વસ્ત છું કે સલમાન ખાન ક્યારેય કોઈ જાનવરને નુકસાન ન પહોંચાડી શકે. સલમાન જાનવરોને ખૂબ જ પ્રેમ કરે છે. અસલી અપરાધીને ઉઘાડો પાડવાની જરૂરત છે. કોઈ અન્યના દોષનો ટોપલો પોતાના માથે લઈને 20 વર્ષ ચાલવું એ કંઈ ઓછું ન કહેવા.
જોકે સિમીના આ ટ્વિટને લઈને લોકોએ તેને ખૂબ ટ્રોલ પણ કરી. કોઈએ કહ્યું કે તેના માટે આ ખૂબ જ ફની કોમેન્ટ છે, જ્યારે સલમાન ખાન માંસ ખાવાનું પસંદ કરે છે તો કોઈએ કહ્યું કે, શું ભાઈ લેધરનો ઉપયોગ નથી કરતાં અને વેજ બિરયાની ખાય છે?
નવી દિલ્હીઃવર્ષ 1998ના કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને 5 વર્ષની સજા સંભળાવવામાં આવી તેને લઈને જૂના જમાનાની જાણીતી અભિનેત્રી સિમી ગ્રેવાલે એ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સલમાન ખાન ક્યારેય પણ જાનવરને મારી ન શકે. તેણે સલમાનની તરફેણ કરતાં કહ્યું કે, અસલી ગુનેગારની ધરપકડ કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -