સુરતઃ યુવકને ભાભી સાથે બંધાયા સંબંધ, ભાઈને ખબર પડી જતાં શું થયું?
જેથી આ દંપતીએ દાહોદ રહેતા તેના પરિવારજનો અને અડાજણ પોલીસને ઘટનાની જાણ કરી હતી. યુવકે આપઘાત કરી લેતા બે દીકરા, એક દીકરી અને પત્નીએ ઘરનો આધાર ગુમાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ દાહોદમાં રહેતા યુવકે પિતરાઇ ભાઈની પત્ની સાથેના સંબંધ જાહેર થઈ જતાં આપઘાત કરી લીધો છે. યુવકે સુરત રહેતા સાઢુભાઈના ઘરે આપઘાત કરી લીધો હતો. દાહોદમાં ભાભી સાથેના સંબંધ જાહેર થઈ જતાં યુવક સુરત આવી ગયો હતો અને પછી તેણે આ પગલું ભર્યું હતું. હાલ આ ઘટના દાહોદના ટૂંકીજીવી ગામમાં ટોકઓફ ટાઉન બની છે.
આ અંગેની વિગતો એવી છે કે, દાહોદ જિલ્લાના ટૂંકીજીવી ગામમાં રહેતા 30 વર્ષીય યુવકે તેના જ ફળિયામાં રહેતા પિતરાઇ ભાઈની યુવાન પત્ની સાથે સંબંધ હતા. આ લફરાની જાણ નાના એવા ગામ થઈ જતાં ભારે ચકચાર મચી ગઈ હતી.
આખા ગામમાં ફજેતી થતાં યુવક ગત પાંચ એપ્રિલે સુરતના અડાજણમાં રહેતા સાઢુના ઘરે આવી ગયો હતો. તેમજ સાઢુ અને સાળી કામ પર જતાં ઘરે એકલતાનો લાભ લઈ આપઘાત કરી લીધો હતો. દંપતી બપોરે ઘરે જમવા આવતાં યુવકે ગળે ફાંસો ખાઈ લીધો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -