અભિનેતા સલમાન ખાને હાઉડી મોદી સંબંધિત એક તસવીર ટ્વિટર પર શેર કરી હતી. આ તસવીરમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રંપ સાથે જોવા મળી રહ્યા છે. આ તસવીરને શેર કરતા સલમાન ખાને લખ્યું, 'બંને દેશોના પરસ્પર સમર્થન માટેનો સારો રસ્તો.' હાઉડી મોદી કાર્યક્રમમાં પીએમ મોદીએ આતંકવાદની સાથે-સાથે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
હાઉડી મોદીની ઈવેન્ટ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે 'ભારતમાં બધુ ઠીક છે, ભારતમાં બધું સારું છે'. આ સાથે પીએમએ કહ્યું, 'આજે ભારત પહેલા કરતા વધુ ઝડપે આગળ વધવા માંગે છે. છેલ્લા પાંચ વર્ષમાં 130 કરોડ ભારતીયોએ દરેક ક્ષેત્રે એવા પરિણામો પ્રાપ્ત કર્યા છે જેની પહેલાં કોઈએ કલ્પના પણ નહોતી કરી.